અમદાવાદ શહેરમાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. બોર્ડ દ્વારા જે ફેક્ટરીઓને નિયમોના ભંગ બદલ ક્લોઝર નોટિસ ફટકારવામાં આવે છે, તે જ ફેક્ટરીઓ ફરીથી ધમધમવા લાગતા તંત્રની કામગીરી ચર્ચાનો વિષય બની છે.
નારોલની કાંતિ ફેશન ફેબની ક્લોઝર નોટિસ થોડા જ સમયમાં રિવોક કરાઈ
આ મામલે નારોલ વિસ્તારમાં આવેલી કાંતિ ફેશન ફેબ નામની ફેક્ટરીનો કિસ્સો સામે આવ્યો છે, જેને GPCB દ્વારા ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, આશ્ચર્યજનક રીતે નોટિસ ફટકાર્યાના થોડા જ સમયમાં આ ક્લોઝર નોટિસ રિવોક (રદ) કરી દેવામાં આવી હતી અને નોટિસ રદ થતાની સાથે જ ફેક્ટરી ફરીથી શરૂ થઈ ગઈ છે.
