ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રભારી તરુણ ચુગ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. સંગઠન અને સરકાર વચ્ચે વધુ સુદ્રઢ સમન્વય સાધવા માટે તેમની અધ્યક્ષતામાં રાજ્ય સરકારના તમામ મંત્રીઓની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાશે, જેને લઈને રાજ્યના રાજકીય બેડામાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
આવતીકાલે બપોરે 2:30 વાગ્યે બેઠક
પ્રાપ્ત વિગતો અનુસાર, આ સમીક્ષા બેઠક આવતીકાલે બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. બેઠકમાં ખાસ કરીને રાજ્યના આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ, લોકકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અને સ્થાનિક પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આદિવાસી વિસ્તારોમાં સરકારની પહોંચ વધુ મજબૂત કરવા માટે આ બેઠકને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.
