દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે ગુજરાત કોંગ્રેસે મોરચો માંડ્યો છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને બિહારની ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ, 'વોટ ચોરી' અને બંધારણીય મૂલ્યોનું હનન કરવાનો આક્ષેપ મૂકી કોંગ્રેસે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન યોજ્યા હતા. વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી, વાવ-થરાદ, મહીસાગર, વલસાડ અને જામનગર સહિતના જિલ્લાઓમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કલેક્ટર કચેરીઓ ખાતે પહોંચી રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્રો પાઠવ્યા હતા અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરી હતી.

ગુજરાત કોંગ્રેસે મોરચો માંડ્યો

https://twitter.com/sandeshnews/status/2104547943437238326

કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ

વડોદરાના રેસકોર્સ સર્કલ અને કલેક્ટર કચેરી ખાતે કાળા કપડાં પહેરીને આવેલા કાર્યકરોએ 'સંવિધાન બચાવો'ના સૂત્રોચ્ચાર સાથે પૂતળા દહન કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.છોટાઉદેપુરમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશીકાંતભાઈ રાઠવાની આગેવાનીમાં કાર્યાલયથી જિલ્લા સેવાસદન સુધી રેલી કાઢવામાં આવી હતી. બેનરો સાથે જતા કાર્યકરોને પોલીસે રોકતા બોલાચાલી થઈ હતી. જામનગર અને વલસાડમં પોલીસે આવેદનપત્ર આપવા જતા અને પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી.

સંવિધાન બચાવોના સૂત્રોચ્ચાર સાથે પૂતળા દહન 

https://twitter.com/sandeshnews/status/2104546558134141146

ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો

કોંગ્રેસના આ રાજ્યવ્યાપી આંદોલન સામે ભાજપ દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર અને જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયાએ કોંગ્રેસના તમામ આક્ષેપોને પાયાવિહોણા અને રાજકીય પ્રેરિત ગણાવ્યા હતા. ભાજપ નેતાઓએ સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ પોતાની હાર છુપાવવા માટે દેશની સર્વોચ્ચ અને બંધારણીય સંસ્થા એવી 'ચૂંટણી પંચ'ની બદનામી કરી રહી છે. ભારતીય ચૂંટણી પંચની કામગીરી સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ હોવાનું ભાજપે ભારપૂર્વક જણાવ્યું હતું.

આ પણ વાંચો: Botad: રાણપુર અને બરવાળા APMC ના ચેરમેન-ડે. ચેરમેનની બિનહરીફ વરણી; ભાજપ સમર્થિત પેનલનો દબદબો