અમદાવાદમાં ગુજરાત રાજ્ય ખાદ્યતેલ વેપારી મહામંડળનું અધિવેશન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં યોજાયું હતું. આ અધિવેશનમાં રાજ્યભરના વેપારીઓની ઉપસ્થિતિમાં ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ વિતરણ વ્યવસ્થા તેમજ વેપારીઓને પડતી મુશ્કેલીના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ભેળસેળ અને ઓછા વજન સામે વેપારીઓનો કડક સંકલ્પ

અધિવેશન દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.ભેળસેળ અથવા તેલમાં નિયત માત્રા કરતાં ઓછું તેલ ન વેચાણ કરવા સંકલ્પ લેવામાં આવ્યો હતો.જો ક્યાંય ભેળસેળવાળું તેલ મળે તો વેપારી એસોસિએશનનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે, જેથી યોગ્ય પગલાં લેવા સરકારને રજૂઆત કરવામાં આવશે.લોકોને ગુણવત્તાવાળું ખાદ્યતેલ મળી રહે તે પ્રાયોરિટી હોવાનું મહામંડળ દ્વારા સ્પષ્ટ કરાયું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રેરક સંબોધન

અધિવેશનને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રામાણિક વેપાર અને શુદ્ધતાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે,"શુદ્ધ માટે યુદ્ધ એ મોટી વાત છે" અને સ્વાસ્થ્ય માટે શુદ્ધતા જરૂરી છે.સાચી અને સારી રીતે પણ આગળ વધી શકાય છે અને આપણા કમાયેલા પૈસા પણ શુદ્ધ હોવા જોઈએ.આપણો દેશ કપરી સ્થિતિમાં પણ ઊભો રહ્યો છે અને દરેક બાબતમાં કેવી રીતે સુધારો કરી શકાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

આ પણ વાંચો: Ahmedabad: SG હાઈવે બિસ્માર હાલતમાં, ઇસ્કોનથી સરખેજ તરફના ઉબડખાબડ રસ્તાથી વાહનચાલકો પરેશાન