મેગાસિટી અમદાવાદનો SG હાઈવે બિસ્માર હાલતમાં ફેરવાતા રોજિંદા અવરજવર કરતા હજારો વાહનચાલકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. ખાસ કરીને ઇસ્કોનથી સરખેજ તરફનો માર્ગ ઉબડખાબડ અને દયનીય સ્થિતિમાં હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
કરોડોના ખર્ચે ઇસ્કોન બ્રિજ બની ગયો, પણ નીચેનો હાઈવે માર્ગ હજુ બિસ્માર
પ્રાપ્ત વિગતો અનુસાર, હાઈવે પર ક્યાંક રસ્તો બેસી ગયો છે તો ક્યાંક તૂટ્યો હોવાથી વાહન ચલાવવું અત્યંત જોખમી બન્યું છે.કરોડોના ખર્ચે ઇસ્કોન બ્રિજ બની ગયો છે, પરંતુ બ્રિજ નીચેનો હાઈવે માર્ગ હજુ બિસ્માર હાલતમાં છે અને તંત્ર દ્વારા તેનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવ્યું નથી.બ્રિજ નીચે ઉતરવા માટે યોગ્ય સ્પેસ ન હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને વાહનચાલકો હાઈવે માર્ગ પરથી ફરજિયાત પસાર થવા મજબૂર બન્યા છે, જે માર્ગ અત્યંત ખખડધજ હાલતમાં છે.
