સુરતમાં રોહા ડાયકેમ પર ITની તપાસ યથાવત રહેતા ઔદ્યોગિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આવકવેરા વિભાગ દ્વારા રજાના દિવસે પણ ITની તપાસ ચાલુ રાખવામાં આવી છે, અને સુરત, દહેજ અને વાપીમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

ઔદ્યોગિક એકમો અને નિવાસસ્થાને દરોડા

પ્રાપ્ત વિગતો અનુસાર, મોટા પાયે કરચોરીની આશંકાએ ITની રેડ પાડવામાં આવી છે, જેમાં કંપનીના વ્યવહારો શંકાના દાયરામાં આવ્યા છે.રોહા ડાયકેમ અને સંલગ્ન કંપનીઓ પર ITની તપાસ યથાવત છે, જે અંતર્ગત સુરત, દહેજ અને વાપી સ્થિત ઔદ્યોગિક એકમો અને નિવાસસ્થાને તપાસ હાથ ધરાઈ છે.તપાસમાં એવી ગંભીર આશંકા સેવાઈ રહી છે કે કંપની દ્વારા કાગળ પર કાચા માલની ખરીદી દર્શાવી કરચોરી કરવામાં આવી છે.

ડિજિટલ અને હિસાબી દસ્તાવેજો જપ્ત કરવાની કાર્યવાહી તેજ

આવકવેરા વિભાગની ટીમો દ્વારા સ્થળ પરથી ડિજિટલ અને હિસાબી દસ્તાવેજો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દસ્તાવેજો અને ડિજિટલ ડેટાની ચકાસણી બાદ મોટા પાયે બેનામી વ્યવહારો અને કરચોરીનો આંકડો બહાર આવવાની શક્યતા છે.

આ પણ વાંચો: Jamnagar: લીંબડી હાઈવે પર ગોળીબારની ઘટનાથી ખળભળાટ; પોલીસ પર હુમલો કરનાર આરોપીને ગોળી મારી દબોચ્યો