અમદાવાદના ખ્યાતિકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિકાંડના 3 આરોપીઓના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે 3 આરોપીઓના શરતી જામની મંજૂર કર્યા છે. હાઈકોર્ટે ખ્યાતિકાંડના આરોપી ચિરાગ રાજપૂત, પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટના શરતી જામીન મંજૂર કર્યા છે. રૂપિયા 10,000ના બોન્ડ પર શરતી જામન મંજૂર કરાવવામાં આવ્યા છે. આ સાથે જ આરોપીઓને દર મહિને 1 વખત પોલીસ મથકે હાજરી પુરાવી પડશે.
ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે ચાર્જશીટ ફાઈલ કરાઈ છે
ઉલ્લેખનીય છે કે અમદાવાદના ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે ક્રાઈમ બ્રાંચ દ્વારા ગ્રામ્ય કોર્ટમાં 6,000થી વધુ પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. આ ચાર્જશીટમાં 130 મહત્વના સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. આ કેસમાં અગાઉ 8 આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. ખ્ચાતિ હોસ્પિટલના ઓડિટ અંગે પણ ચાર્જશીટમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદની ખ્ચાતિ હોસ્પિટલના કાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરાયા બાદ હવે તેની સામે ગ્રામ્ય કોર્ટમાં ક્રાઈમ બ્રાંચે ચાર્જશીટ ફાઈલ કરી છે.
PMJAY કાર્ડ બનાવવા માટે કાર્તિક પટેલની ભૂમિકા મહત્વની હતી
જણાવી દઈએ કે અમદાવાદની બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડિરેક્ટર કાર્તિક પટેલની ક્રાઈમ બ્રાન્ચે વધુ એક કેસમાં ધરપકડ અગાઉ ધરપરકડ કરી હતી. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડિરેક્ટર કાર્તિક પટેલનું PMJAY યોજના કાર્ડ બનાવનું કૌભાંડ પમસા મે આવ્યું હતું. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કરતા અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. જેમાં PMJAY યોજના કાર્ડ બનાવવા માટે મુખ્ય ભૂમિકા કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતની સંડોવણી હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે.