ખ્યાતિકાંડનો આરોપી રાહુલ જૈન હાલ જેલમાં છે અને તેને જેલની બહાર નીકળવું છે તેને માટે તેણે જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરી છે,તપાસમાં સહકાર આપવાની બાંહેધરી સાથે અરજી કરવામાં આવી છે,તો રાહુલ જૈન ગ્રામ્યમાં તબીબનો સંપર્ક કરીને કેમ્પ યોજતો હતો અને દર્દીઓને હોસ્પિટલ લાવતો હતો,વર્ષ 2022-24માં 71.80 લાખ ગેરરીતિથી મેળવ્યાનો આરોપ રાહુલ જૈન પર છે.


હોસ્પિટલમાં નુકસાન બતાવી રુપિયા કમાવવા ગોરખધંધો હતો

કાર્તિક પટેલે કહ્યુ કે,હોસ્પિટલમાં નુકસાન બતાવી રુપિયા કમાવવા ગોરખધંધો કરવામાં આવતો હતો હું લાંબો સમય જેલમાં રહેવાની તૈયારી સાથે જ પરત ફર્યો છું,ખ્યાતિ હોસ્પિટલમાં કાર્તિક પટેલ 51%નો ભાગીદાર છું અને કાયદાકીય પ્રક્રિયા લાંબી ચાલશે તે સ્વીકારી હાજર થયો

18 કંપનીના વ્યવહારો અંગે ED તપાસ હોવાની કબૂલાત

ખ્યાતિ કાંડને લઈ મુખ્ય આરોપી કાર્તિક પટેલે કહ્યું કે,કાર્તિક પટેલ વિરુદ્ધ કુલ 7 ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે અને દર્દીઓના મૃત્યુમાં મામલે વસ્ત્રાપુરમાં 3 ફરિયાદ નોંધાઈ છે જેમાં PMJAYના કાર્ડ બનાવવા અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે અને કાર્તિકના ઘરમાંથી મળી આવેલા દારૂ અંગે ફરિયાદ નોંધાઈ છે,EDએ કાર્તિક પટેલ વિરુદ્ધ નોંધી હતી ફરિયાદ અને મુંબઈમાં જમીન દલાલ સાથે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ છે,પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.

હોસ્પિટલના 33 બેન્ક અકાઉન્ટની તપાસ હાલમાં ચાલુ

ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે નિવેદન આપતા કહ્યું કે કાર્તિક પટેલના માર્ગદર્શનમાં ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી થતી હતી. આ હોસ્પિટલમાં 3800થી વધુ દર્દીઓએ PMJAY હેઠળ સારવાર મેળવી છે. હોસ્પિટલના 33 બેન્ક અકાઉન્ટની તપાસ પણ હાલમાં ચાલુ છે. કાર્તિક પટેલે વીડિયો કેસેટ વેચવાથી કારકીર્દી શરૂ કરી હતી. હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે અને કાર્તિક પટેલના રિમાન્ડ માગવામાં આવશે અને તમામ પુરાવાઓ એકત્ર કરવામાં આવશે.

  • Follow us on: