ગુજરાતમાં ચોમાસા 2026 દરમિયાન સક્રિય બનેલા વાતાવરણ વચ્ચે તાજી સ્થિતિ મુજબ રાજ્યમાં આજ સવારના 06:00 કલાક સુધીમાં કુલ એકંદર 635.51 મિમિ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સરેરાશ વરસાદની સામે 69.92% જેટલો થાય છે. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણી કરીએ તો વર્ષ 2023માં 108.16%, વર્ષ 2024માં 143.14% અને વર્ષ 2025માં 128.57% સરેરાશ વરસાદ નોંધાયો હતો. 

રિજિયન વાઈઝ નજર કરીએ તો સાઉથ ગુજરાતમાં સૌથી વધુ 96.56% અને કચ્છમાં 29.05% સરેરાશ વરસાદ નોંધાયો છે.

Gujarat Monsoon Report 2026 (3)

ડેમો અને જળાશયોમાં પાણીની આવક અને એલર્ટની સ્થિતિ

રાજ્યના જળાશયોમાં પાણીની વિપુલ આવક થઈ રહી છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનો હાલનો સંગ્રહ 266572 મિલિયન ક્યુબિક ફીટ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 79.79% જેટલો છે. આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 63.33% પાણી જમા થયું છે. પાણીની સપાટી વધતાં સુરક્ષાના ભાગરૂપે કુલ 35 ડેમો હાઈ એલર્ટ પર, 9 ડેમો એલર્ટ પર અને 10 ડેમો વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.

Gujarat Monsoon Report 2026 (4)

નાગરિકોની સલામતી, સ્થળાંતર અને રાહત બચાવ કામગીરી

વરસાદી માહોલ અને પૂરની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 84,318 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 9,776 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે NDRFની 14 અને SDRFની 32 ટીમો તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.

Gujarat Monsoon Report 2026 (2)

કૃષિ ક્ષેત્રે ખરીફ વાવેતરની પ્રગતિ

ચોમાસા 2026 દરમિયાન રાજ્યમાં ખેતી ક્ષેત્રે ખરીફ પાકનું વાવેતર પણ જોરશોરથી ચાલી રહ્યું છે. ઉપલબ્ધ ડેટા મુજબ રાજ્યમાં કુલ સામાન્ય વિસ્તાર સામે અંદાજે 67,47,788 હેક્ટર વિસ્તારમાં (જે કુલ સામાન્ય વિસ્તારના 79.10% છે) ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે, જેમાં કઠોળ, તેલીબિયાં અને કપાસ જેવા મુખ્ય પાકોનો સમાવેશ થાય છે.

Gujarat Monsoon Report 2026 (1)


આ પણ વાંચો - Gujarat Bans Analog Paneer: આરોગ્ય વિભાગનો ઐતિહાસિક નિર્ણય, એનાલોગ પનીર પર પ્રતિબંધ