દિવાળીના તહેવાર દરમિયાન ઈમરજન્સીના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય છે. આ પ્રકારના બનાવો સામે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવતી હોય છે. ત્યારે અકસ્માત, આગ અને દાઝી જવા જેવી વિવિધ પ્રકારની ઈજાના બનાવો સામે પણ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. આ વખતે પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. બીજી તરફ આ વખતની દિવાળી દરમિયાન ઈમરજન્સીના બનાવોમાં વધારો થયો છે.
આગ લાગવાના કોલ ફાયરબ્રિગેડની ટીમને મળ્યા
દિવાળીના દિવસે સમગ્ર રાજ્યમાં દાઝી જવાના કુલ 56 બનાવ સામે આવ્યા હતા. અમદાવાદમાં સૌથી વધારે 17 લોકો દાઝ્યા હતા.108 એમ્બ્યુલન્સને સામાન્ય દિવસો કરતાં 565 વધુ એટલે કે કુલ 5,389 ઇમર્જન્સી કોલ મળ્યા. રોડ અકસ્માતના 916 કોલ અને હવાની ગુણવત્તા ખરાબ થવાથી શ્વાસ લેવામાં તકલીફના 380 કોલ પણ મળ્યા હતા.સૌથી વધારે કચરા અને મકાનમાં આગ લાગવાના કોલ ફાયરબ્રિગેડની ટીમને મળ્યા હતા.













