ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ એન.ભટ્ટની આખરે મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં બદલી કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમની મધ્યપ્રદેશ હાઈકોર્ટ ખાતે બદલી કરી દેવાઈ છે. જેના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વકીલો આ બદલીના વિરોધમાં હડતાળ પર ઉતરી ગયા છે. વકીલોના વિરોધને કારણે હાઈકોર્ટની ન્યાય પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે. હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનનુ 6 સભ્યોનું મંડળ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાને મળ્યું હતું.


એડવોકેટ એસો.નું 6 સભ્યોનું પ્રતિનિધિમંડળ CJIને મળ્યું

હાઈકોર્ટના જસ્ટીસ સંદિપ ભટ્ટની બદલીના વિરોધમાં વકીલો રોષે ભરાયા છે. આજે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનનુ 6 સભ્યોનું મંડળ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાને મળ્યું હતું. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાએ પ્રતિનિધિ મંડળની રજૂઆત સાંભળવા અને ધ્યાને લેવા ખાતરી આપી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના જસ્ટીસ સૂર્યકાંત સાથે પણ મુલાકાત કરી હતી. CJI અને કોલેજીયમ મેમ્બર્સ પ્રતિનિધિ મંડળની રજૂઆતને વિગતે ધ્યાને લેશે અને પ્રત્યુતર આપશે. હાલમાં હાઈકોર્ટમા કોઈ વકીલ હાજર નથી અને તમામ બેન્ચનું સિટિંગ ઓવર થઈ ગયું હોવાનું વકીલ સુત્રોએ કહ્યું હતું.

વકીલોના વિરોધથી ગુજરાત હાઇકોર્ટની ન્યાય પ્રક્રિયા ઠપ

આ બદલીને કારણે રોષે ભરાયેલા વકીલોએ સવાલો કર્યા છે. હાઈકોર્ટમાં વકીલોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. વકીલોની હડતાળથી અનેક કેસો હાલ પુરતા મુલતવી રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સંદિપ ભટ્ટ સાથે જસ્ટીસ સી. માનવેન્દ્રનાથ રોયની પણ આંધ્રપ્રદેશ ખાતે બદલી કરી દેવાઈ છે.તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રીને સીસીટીવી કેમેરા મુદ્દે ફટકાર લગાવી હતી. જ્યાં આ સંદીપ ભટ્ટની બદલી થતા વકીલ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.


  • Follow us on: