કેન્દ્ર સરકારે કેન્દ્રના કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરતાં હવે કર્મચારીઓને 58 ટકા ભથ્થુ મળશે. આ વધારે પહેલી જુલાઈથી લાગુ થશે. ત્યારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કેન્દ્રના ધોરણે કર્મચારીઓને DA આપવા માગ કરવામાં આવી છે. શિક્ષક સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માગ કરી છે.
શિક્ષક સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા બજારમાં વધતી મોંઘવારી સામે કર્મચારીઓના હિતાર્થે સમયાન્તરે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવતું હોય છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રના કર્મચારીઓનું ૩% મોંઘવારી ભથ્થું વધારી પ૫%ના બદલે ૫૮% મોંધવારી ભથ્થું તા.૧લી જુલાઈની અસરથી આપવા જાહેર કરાયું છે.













