ગુજરાતમાં 'અલનીનો' (El Nino)ની અસરને કારણે શિયાળુ પાકના વાવેતર પર સીધી અને માઠી અસર જોવા મળી રહી છે. રાજ્યના કૃષિ વિભાગના આંકડાઓ મુજબ, ચાલુ સિઝનમાં શિયાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 5.45% જેટલું જ વાવેતર નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ ઘઉં, મકાઈ અને તેલીબિયાં જેવા મુખ્ય પાકોના વાવેતર વિસ્તારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ધાન્ય પાકોમાં કુલ વાવેતર માત્ર 2.44% નોંધાયું
રાજ્યમાં ધાન્ય પાકોના વાવેતરની ગતિ અત્યંત ધીમી રહી છે અને અત્યાર સુધીમાં ધાન્ય પાકોમાં કુલ વાવેતર માત્ર 2.44% જ નોંધાયું છે. ગત વર્ષની સરખામણીએ મુખ્ય ધાન્ય પાકોની સ્થિતિ છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 26,190 હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયે 1,06,980 હેક્ટર વિસ્તારમાં થયું હતું. મકાઈનું વાવેતર 7,691 હેક્ટરમાં નોંધાયું છે, જે ગત વર્ષે 27,546 હેક્ટર વિસ્તારમાં હતું. રાજ્યમાં જુવારનું વાવેતર 1,450 હેક્ટર વિસ્તારમાં થયું છે.
