આજે 'નેશનલ કેન્સર અવેરનેસ ડે' નિમિત્તે સામે આવેલા આંકડાઓએ સમગ્ર રાજ્યમાં આરોગ્ય ચિંતાઓ વધારી દીધી છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષના સમયગાળા દરમિયાન કેન્સરના કેસોમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો છે. પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, છેલ્લા 5 વર્ષમાં જ ગુજરાતમાં કેન્સરના કુલ 3.76 લાખ જેટલા કેસ નોંધાયા છે. આ ભયાનક રોગના કારણે આ જ સમયગાળામાં અંદાજે 2.07 લાખ વ્યક્તિઓના કરુણ મોત પણ નીપજ્યા છે, જે દર્શાવે છે કે આ બીમારી ગુજરાતના નાગરિકો માટે કેટલી ઘાતક સાબિત થઈ રહી છે.

મૃત્યુદર આશરે 55 ટકા જેટલો ઊંચો

ગુજરાતમાં કેન્સરના ફેલાવવાની ઝડપ કેટલી ગંભીર છે તેનો અંદાજ તેના દૈનિક આંકડાઓ પરથી લગાવી શકાય છે. રાજ્યમાં દરરોજ સરેરાશ કેન્સરના 206 કેસ નવા સામે આવે છે, જ્યારે સામે રોજના 55 લોકો આ જીવલેણ રોગના કારણે પોતાના પ્રાણ ગુમાવી રહ્યા છે. સૌથી ચિંતાજનક પાસું એ છે કે ગુજરાતમાં નોંધાતા કુલ કેસોની સરખામણીએ મૃત્યુનો ગુણોત્તર (મૃત્યુદર) આશરે 55 ટકા જેટલો ઉચ્ચો છે. આ આંકડાકીય સ્થિતિના કારણે દેશભરમાં કેન્સરથી થતા મૃત્યુના મામલામાં ગુજરાત 7મા ક્રમે સ્થાન ધરાવે છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.

આરોગ્ય તંત્ર દ્વારા સતર્કતા વધારવાની માંગ

આરોગ્ય નિષ્ણાતોના કેન્સરના કેસોમાં થઈ રહેલા આ વધારા પાછળ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, ખાણીપીણીની આદતો અને તમાકુ-સિગારેટનું સેવન મુખ્ય કારણો છે. જો કેન્સરનું નિદાન પ્રારંભિક તબક્કે (Early Detection) થઈ જાય, તો દર્દીનો જીવ બચાવવાની સંભાવના અનેકગણી વધી જાય છે. નેશનલ કેન્સર અવેરનેસ ડે ના અવસરે તંત્ર, ડોક્ટરો અને સામાજિક સંસ્થાઓ દ્વારા નાગરિકોને નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવા અને જીવનશૈલીમાં બદલાવ લાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે, જેથી આ ગંભીર વ્યાધિ સામે પ્રભાવી લડਤ આપી શકાય.

આ પણ વાંચો : Diwali 2026 : ગુજરાતના વિવિધ શહેરોમાં આગનો કહેર, રાજકોટથી પાલનપુર અને સુરત સુધી મચી અફરાતફરી