ગુજરાતમાં શિયાળાની ઋતુ ધીમે ધીમે પોતાનો અસલી મિજાજ બતાવવા જઈ રહી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી મુજબ, ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે. હાલ રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.
ગુજરાતમાં શિયાળાનો ધીમે ધીમે મિજાજ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને તે યથાવત રહેશે. જોકે, 24 કલાક બાદ પવનની દિશામાં ધીમે ધીમે ફેરફાર થવાની સાથે જ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાશે. તાપમાનનો પારો નીચે ઉતરવાના કારણે ખાસ કરીને આગામી 19 અને 20 નવેમ્બરના રોજ રાજ્યભરમાં ઠંડીનો તીવ્ર અહેસાસ થશે.
