હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં 9 ઓગસ્ટ સવારના 8 વાગ્યાથી 12 ઓગસ્ટ સવારના 8 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશમાં મેઘ મહેર

દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેવા કે, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દીવ, દમણ અને દાદરા નાગર હવેલીના વિસ્તારોમાં પણ થોડા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન વાદળછાયું રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની સ્થિતિ

સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશના જિલ્લાઓ જેવા કે, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

Gujarat Weather Update: Light to Moderate Rain Expected Across State

ગાજવીજ અને પવનની ચેતવણી

હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા કલર કોડેડ વોર્નિંગ નકશા અનુસાર, કેટલીક જગ્યાએ યલો એલર્ટ સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને મેઘગર્જના થવાની ચેતવણી આપવામાં આવી છે. જોકે ભારેથી અતિભારે વરસાદ માટે કોઈ મોટી ચેતવણી આપવામાં આવી નથી.

9 ઓગસ્ટની આગાહી

ઉત્તર ગુજરાતના અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ, જ્યારે અન્ય જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, આણંદમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને દમણ, દાદરા નાગર હવેલીમાં કેટલાક સ્થળોએ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાંની સંભાવના છે.

10 ઓગસ્ટની આગાહી

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ દીવ, દમણ અને દાદરા નાગર હવેલીના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ શકે છે. આ સાથે દિવસે પણ યલો એલર્ટ સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા-ભડાકા થવાની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Update: Light to Moderate Rain Expected Across State

11 થી 14 ઓગસ્ટની આગાહી

  • 11 ઓગસ્ટ - ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા.
  • 12 ઓગસ્ટ - સમગ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ તથા સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ રહેશે.
  • 13 ઓગસ્ટ - રાજ્યના ઉત્તર અને દક્ષિણ પ્રદેશોમાં કેટલાક સ્થળોએ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે વરસાદી માહોલ જળવાઈ રહેશે.
  • 14 ઓગસ્ટ - ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ તથા સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી યથાવત રહેશે.


આ પણ વાંચો - Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, 10 હંગામી કર્મચારીઓ સહિત અધિકારીઓ ફરજમુક્ત