નવી દિલ્હી ખાતે આયોજિત 16મા 'ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે' સમારોહમાં ગુજરાતની આરોગ્ય સેવાનો સાર્વત્રિક જોશ જોવા મળ્યો હતો. દેશભરમાંથી અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સમાન સેવાની કામગીરી કરતી સંસ્થાઓમાં ગુજરાતની સરકારી હોસ્પિટલોએ સિંહફાળો આપ્યો છે.
ગુજરાતની આરોગ્ય સેવાનો સાર્વત્રિક જોશ જોવા મળ્યો
આ સમારોહમાં અમદાવાદની જાણીતી IKDRC (ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર) ને "Excellence in Organ Transplantation" એવોર્ડથી નવાજવામાં આવી હતી. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલને "Best Non-Transplant Organ Retrieval Centre" અને સુરતની નવી સિવિલ હોસ્પિટલને "Best Brain Stem Death Team" નો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અંગદાન અંગે જાગૃતિનો મોટો પવન ફૂંકાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે 48 બ્રેઈનડેડ મૃતદાતાઓના પરિજનોને પ્રોત્સાહિત કરીને 171 જેટલા મહા મૂલ્યવાન અંગોનું સફળ રીટ્રીવલ કર્યું હતું, જેનાથી દેશભરના દર્દીઓને નવું જીવન મળ્યું છે.
