ગુજરાતમાં શિયાળાની ઋતુની જમાવટ થવાની સાથે જ ગુલાબી ઠંડીની અસર વધી છે અને સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ગગડતા વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડકમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન વિભાગના તાજા આંકડાઓ અનુસાર, કચ્છના નલિયાની સાથે મધ્ય ગુજરાતના વડોદરામાં પણ લઘુતમ તાપમાન ગગડીને 14 ડિગ્રી પર પહોંચી ગયું છે, જે રાજ્યનું સૌથી નીચું તાપમાન છે.
રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલું લઘુતમ તાપમાન
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતા મુખ્ય શહેરોમાં નોંધાયેલા લઘુતમ તાપમાનની વિગતો નીચે મુજબ છે.
નલિયા: 14.0 ડિગ્રી
વડોદરા: 14.0 ડિગ્રી
મહુવા: 15.1 ડિગ્રી
કંડલા: 15.3 ડિગ્રી
ડીસા: 15.5 ડિગ્રી
રાજકોટ: 16.8 ડિગ્રી
ગાંધીનગર: 17.2 ડિગ્રી
કેશોદ: 17.5 ડિગ્રી
અમદાવાદ: 18.0 ડિગ્રી
ભુજ: 18.2 ડિગ્રી
અમરેલી: 18.2 ડિગ્રી
દીવ: 19.2 ડિગ્રી
વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાતા ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા લોકો
લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાતા કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના શહેરોમાં ગુલાબી ઠંડીની અસર વર્તાઈ રહી છે. ખાસ કરીને વહેલી સવારે નોકરી-ધંધે જતા લોકો, વિદ્યાર્થીઓ અને મોર્નિંગ વોકર્સમાં ઠંડીનો ચમકારો અનુભવાતા લોકો સ્વેટર, જેકેટ અને શાલ જેવા ગરમ વસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: Surat: એક જ દિવસમાં પોલીસનો બીજો ભડાકો; અડાજણ પાસે PSIનું હથિયાર ઝૂંટવી ભાગવા જતાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પગમાં ગોળી મારી