રામોલમાં થયેલા ભયાનક બ્લાસ્ટે તંત્રની આંખો ઉઘાડી દીધી છે. આ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે સમગ્ર અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા ફટાકડાના એકમો પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન ગઈકાલે ગ્યાસપુર વિસ્તારમાં એક મોટી ફટાકડા બનાવવાની ફેક્ટરી ધમધમતી મળી આવી હતી. જ્યારે વહીવટી અધિકારીઓએ લાયસન્સ અને ફાયર એનઓસી (NOC) ની માંગણી કરી, ત્યારે સંચાલકો પાસે એક પણ માન્ય કાગળ ઉપલબ્ધ નહોતો. 9 લોકોના મોત થયા હોવા છતાં આ ફેક્ટરી બેરોકટોક ચાલુ રાખવામાં આવી હતી.
ગેરકાયદેસર ફેક્ટરીઓ સામે કાર્યવાહી
આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને ઉચ્ચ સત્તાધીશોના આદેશ બાદ મોડી રાત્રે ગ્યાસપુરની આ ફેક્ટરી પર એક મોટું મિડનાઇટ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. ફેક્ટરીમાં ફટાકડાનો તૈયાર જથ્થો અને તેને બનાવવા માટે વપરાતો ઘાતક દારૂગોળો (ગન પાવડર) અને અન્ય રો-મટીરિયલ મોટા પ્રમાણમાં હાજર હતું.
