ગુજરાતના મુખ્ય શહેરામય અમદાવાદ ખાતે તબીબી જગતનું એક અત્યંત મહત્વપૂર્ણ અને ભવ્ય આયોજન સંપન્ન થયું છે. અમદાવાદમાં ઇતિહાસમાં પ્રથમવાર હેમેટોલોજી (રક્તશાસ્ત્ર) અંગેનું રાષ્ટ્રીય સંમેલન 'હેમેટોકોન 2026' (Hematocon 2026) યોજાયું છે. આ પ્રતિષ્ઠિત સંમેલનનું સત્તાવાર ઉદ્ઘાટન ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય સ્તરના મહાસંમેલનમાં દેશ-વિદેશના ખ્યાતનામ તબીબો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

15 દેશોના 40થી વધુ નિષ્ણાતો જોડાયા, આધુનિક સારવાર પર ચર્ચા

આ સંમેલનની વિશેષતા એ રહી કે તેમાં યુએસએ, યુકે અને યુરોપ સહિત દુનિયાના 15 જેટલા અલગ-અલગ દેશોમાંથી 40 કરતા વધુ હેમેટોલોજી અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના દિગ્ગજ નિષ્ણાતો જોડાયા હતા. રક્ત સંબંધી ગંભીર બીમારીઓ, લ્યુકેમિયા (બ્લડ કેન્સર), અને આધુનિક ઉપચાર પદ્ધતિઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. વૈશ્વિક સ્તરના રિસર્ચ અને અત્યાધુનિક સારવારના મુદ્દાઓ પર થયેલા મંથનથી ભારતીય તબીબોને પણ ઘણો મોટો લાભ મળશે.

સિકલ સેલ અને થેલેસેમિયા અંગે ચિંતા તથા અમદાવાદ-સુરતમાં નવા વિભાગની માંગ

સંમેલન દરમિયાન ખાસ કરીને ગુજરાત અને દેશમાં સિકલ સેલ તેમજ થેલેસેમિયા જેવી વારસાગત અને ગંભીર રક્તની બીમારીઓ સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બીમારીઓનું વહેલું નિદાન થાય અને દર્દીઓને સચોટ સારવાર મળી રહે તે માટે આયોજકો દ્વારા અમદાવાદ અને સુરત જેવી મોટી સિવિલ કે સરકારી હોસ્પિટલોમાં સ્વતંત્ર હેમેટોલોજી વિભાગ (Hematology Department) વહેલી તકે શરૂ કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. CMએ પણ આ દિશામાં સકારાત્મક પગલાં ભરવાની ખાતરી આપી હતી, જે રાજ્યના આરોગ્ય ક્ષેત્ર માટે ખૂબ જ સકારાત્મક પગલું મનાઈ રહ્યું છે.

આ પણ વાંચો : Ahmedabadમાં ફૂડ સેફ્ટીના ધજાગરા! વેજ મંગાવ્યું અને નીકળ્યું નોન-વેજ, વસ્ત્રાપુરની રેસ્ટોરન્ટ પર આરોગ્ય વિભાગની લાલ આંખ