પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે ચેખલા જમીન કૌભાંડ કેસમાં થયેલી સજા રદ કરવા અંગેની અરજી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. રમણ પટેલને ખોટા દસ્તાવેજના કેસમાં સાણંદની કોર્ટે ગત વર્ષે ચાર વર્ષની સજા ફટકારી હતી. કોર્ટના ચુકાદાને રમણ પટેલે વડી અદાલતમાં પડકાર્યો હતો. જેમાં તેણે કરેલી અરજીમાં તેને થયેલી સજા રદ કરવા માટેની દાદ માંગવામાં આવી હતી જ્યારે કોર્ટના ચુકાદા પર સ્ટેની માગ કરાઈ હતી. કોર્ટે રમણ પટેલની બંને અરજીઓ ફગાવી દેતા તેની મુશ્કેલીમાં વધારો થયો છે.
પોપ્યુલર બિલ્ડર રમણ પટેલને HCનો ઝટકો
પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે સાણંદના ચેખલા ગામમાં બોગસ દસ્તાવેજના આધારે જમીન પચાવી પાડી હતી. જેમાં તેને સેશન્સ કોર્ટે ચાર વર્ષની સજા અને દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. રમણ પટેલે નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવા માટે મામલતદારનો બનાવટી હુકમ તૈયાર કર્યો હતો જેના દ્વારા આખી જમીન કબજે લીધી હતી. જેથી સરકારી દસ્તાવેજો સાથે ચેડાં અને ઠગાઈની તેની સામે ફરિયાદ કરાતા તેની ધરપકડ કરવામાં આવી હતી.













