અમદાવાદમાં એલ.જે. ટ્રીબ્રવાલ સ્કૂલમાં NEETની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.આ કેન્દ્ર પર પરીક્ષા આપવા આવેલા લોકોને ચકાસીને જ અંદર પ્રવેશ ફાળવવામાં આવતો હતો.આ દરમિયાન એક વિદ્યાર્થીના ગળામાંથી કંઠી કઢાવતા મામલો બિચક્યો હતો.હિઝાબ પહેરેલી વિદ્યાર્થીનીને પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.જ્યારે અન્ય વિદ્યાર્થિની કંઠી કાઢી લેવાતા હોબાળો મચી જવા પામ્યો છે. ભેદભાવના આક્ષેપ સાથે પરીક્ષા કેન્દ્ર પર મામલો બિચક્યો છે. પોલીસે હિન્દુ સંગઠનના બે લોકોની અટકાયત કરી છે. 


પોલીસે હિન્દુ સંગઠનના બે લોકોની અટકાયત કરી 

વાલીઓનો આક્ષેપ છે કે એક તરફ હિજાબ પહેરીને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો, જ્યારે બીજી તરફ ગળામાં પહેરેલી કંઠી કઢાવવા કહેવામાં આવતા ભેદભાવભર્યું વલણ અપનાવવામાં આવ્યું છે.ઘટનાને લઈને પરીક્ષા કેન્દ્ર બહાર વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને થોડા સમય માટે માથાકૂટનો માહોલ સર્જાયો હતો.જોકે,પરીક્ષા પ્રક્રિયા નિર્ધારિત નિયમો મુજબ ચાલુ રાખવા તંત્ર દ્વારા સમજાવટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સમગ્ર ઘટનાને લઈને હવે ચર્ચા અને વિવાદ ઊભો થયો છે.

કોલેજ પર પોલીસ બંદોબસ્ત વધારાયો

બીજી તરફ આ મામલે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ કોલેજ ખાતે પહોંચ્યા હતાં. પોલીસે હિન્દુ સંગઠનના બે લોકોની અટકાયત કરી હતી. રજૂઆત કરવા પહોંચેલા લોકોને નજરકેદ કર્યા હતાં.પરીક્ષા ચાલુ હોવાથી પોલીસે તાત્કાલિક પગલાં લીધા હતાં. અગાઉ મુસ્લિમ સમુદાયના લોકો પણ પહોંચ્યા હતાં. પોલીસની સમજાવટ બાદ તે લોકો પરત ફર્યા હતાં. કોલેજની બહાર મામલો વધુ બીચકતા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 

આ પણ વાંચોઃ Sandesh Explainer: જાણો કેમ ગુજરાતમાં વન્યજીવ અને માનવ વચ્ચે સંઘર્ષના કિસ્સા વધ્યા, સિંહ કરતાં દીપડા વધુ ખતરનાક સાબિત થયાં?


  • Follow us on: