અમદાવાદમાં શહેરમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. મોટા ભાગના શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સાથે જ શાકભાજીના કિલોના ભાવ 100ને પાર પહોંચ્યા છે. છેલ્લા બે મહિનામાં શાકભાજીના ભાવમાં 40 ટકાનો વધારો થતો જોવા મળ્યો છે. આ શાકભાજીના વધતા ભાવથી ગૃહિણીઓ પરશાન જોવા મળી છે.


શાકભાજીના ભાવથી ગૃહિણી પરેશાન

શાકભાજીના ભાવે સદી વટાવી છે. તેવામાં મોટાભાગના તમામ શાકભાજી 120 રૂપિયાના કિલોને પાર પહોંચી ગયા છે. વરસાદે વિરામ લીધો છતાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. વધતા શાકભાજીના ભાવથી ગૃહિણી પરેશાન થઈ રહી છે. ગૃહિણી વિચારી રહી છે કે આજે શાકભાજીમાં શું ખાવું ને શું ન ખાવું, સરકાર શાકભાજીના ભાવ નિયંત્રણ લાવે તો શારૂ તેવી માગણી ગૃહિણીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

શાકભાજીના ભાવમાં વધારો

શાકભાજીના ભાવ પર નજર કરીએ તો 60 રૂ કિલો મળતા શાકભાજીના હાલ 120 રૂ કિલો મળી રહ્યા છે. ટમેટા હાલ 60 રૂ કિલો જૂનો ભાવ 30 રૂ કિલો, કોથમીર હાલ 120 રૂ કિલો જૂનો ભાવ 60 રૂ કિલો, મરચાં હાલ 100 રૂ કિલો જૂનો ભાવ 50 રૂ કિલો, પાલક હાલ 120 રૂ કિલો જૂનો, ભાવ 60 રૂ કિલો, ટીંડોળા હાલ 140 રૂ કિલો જૂનો ભાવ 60 રૂ કિલો, ગવાર હાલ 160 રૂ કિલો જૂનો ભાવ 80 રૂ કિલો, ચોળી હાલ 140 રૂ કિલો જૂનો ભાવ 100 રૂ કિલો, ભીંડા હાલ 120 રૂ કિલો જૂનો ભાવ 80 રૂ કિલો, ફ્લાવર હાલ 150 રૂ કિલો જૂનો ભાવ 90 રૂ કિલો, કેપ્સીકમ હાલ 130 રૂ કિલો જૂનો ભાવ 80 રૂ કિલો, રીંગણ હાલ 100 રૂ કિલો જૂનો ભાવ 50 રૂ કિલો, કોબીનો જૂનો ભાવ 40 રૂ કિલો હાલ 80 રૂ કિલો મળી રહી છે.


  • Follow us on: