ભારતીય રેલવેએ તબીબી ક્ષેત્રે એક અનોખો અને ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સામાન્ય રીતે જીવિત અંગોના ઝડપી પરિવહન માટે એર એમ્બ્યુલન્સ કે હવાઈ માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ પ્રથમવાર ભારતીય રેલવે મારફતે જીવિત હૃદય એક જગ્યાએથી બીજી જગ્યાએ સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યું છે.

સુરતથી અમદાવાદ વંદે ભારતમાં હૃદય લવાયું

સુરતથી અમદાવાદ આવી રહેલી સુપરફાસ્ટ 'વંદે ભારત' ટ્રેનમાં આ જીવિત હૃદયને અત્યંત સુરક્ષિત અને ચોક્કસ સમયમર્યાદામાં અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું. ટ્રેનમાં મેડિકલ ટીમની વિશેષ દેખરેખ હેઠળ આ હૃદયને લાવવામાં આવ્યું હતું. રેલવે તંત્ર દ્વારા આ માટે ખાસ ગ્રીન સિગ્નલ અને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેથી ટ્રેન વિક્ષેપ વગર સમયસર પહોંચી શકે.

Indian Railways History: Live Heart Transported from Surat to Ahmedabad in Vande Bharat

અમદાવાદ સ્ટેશનથી હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર

વંદે ભારત ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચતા જ ટ્રાફિક પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને કાલુપુર સ્ટેશનથી લઈને યુ. એન. મહેતા હોસ્પિટલ સુધીનો ખાસ 'ગ્રીન કોરિડોર' તૈયાર કરી આપ્યો હતો. કોઈપણ પ્રકારના ટ્રાફિક અવરોધ વિના રેકોર્ડ સમયમાં હૃદયને હોસ્પિટલ પહોંચાડી દેવાયું હતું.

Indian Railways History: Live Heart Transported from Surat to Ahmedabad in Vande Bharat

યુ. એન. મહેતા હોસ્પિટલમાં સર્જરી શરૂ

હૃદય હોસ્પિટલે પહોંચતાં જ નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીમાં હૃદયના સફળ ટ્રાન્સપ્લાન્ટ માટેની સર્જરી હાથ ધરવામાં આવી છે. રેલવે, પોલીસ તંત્ર અને તબીબી ટીમના આ ઉત્કૃષ્ટ તાલમેલ અને માનવતાવાદી અભિગમની સમગ્ર દેશમાં સરાહના થઈ રહી છે.

https://twitter.com/sandeshnews/status/2083197493148574205

આ પણ વાંચો - Gujarat Weather Update: છેલ્લા 2 કલાકમાં 110 તાલુકાઓમાં મેઘમહેર, સૌથી વધુ નેત્રંગમાં 4.45 ઈંચ વરસાદ નોંધાયો