ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ નિવૃત્ત થતા પૂર્વ અગ્નિવીરો (Ex-Agniveers) માટે કેન્દ્ર સરકાર તેમજ દેશના વિવિધ રાજ્ય સરકારો દ્વારા નોકરીના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને અસમ રાઇફલ્સથી લઈને દેશના મુખ્ય રાજ્યોમાં પૂર્વ અગ્નિવીરોને સીધી ભરતી, અનામત અને શારીરિક કસોટીઓમાં ખાસ છૂટછાટ આપવા માટેની મહત્વપૂર્ણ જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે.
CAPF અને કેન્દ્રીય દળોમાં 50% સુધી અનામત અને કસોટીઓમાં છૂટ
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને અસમ રાઇફલ્સમાં પૂર્વ અગ્નિવીરો માટે 50% સુધી અનામત આપવાની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત અગ્નિવીરોને શારીરિક ક્ષમતા કસોટી (PST-PET) માં વિશેષ રાહત આપવામાં આવશે અને લેખિત પરીક્ષા તેમજ વયમર્યાદામાં પણ નોંધપાત્ર છૂટછાટ પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ સરળતાથી કેન્દ્રીય દળોમાં પુનઃ જોડાઈ શકે.
