કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સમાજના ભવિષ્ય અને ઘટતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ અને નવી પહેલ કરવામાં આવી છે. હિંમતનગરમાં યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં સમાજ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, સમાજમાં ત્રીજા બાળક અને ખાસ કરીને ત્રીજી દીકરીના જન્મે ₹51 હજારનું પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે.
વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલના આહ્વાનને સ્વીકારતો કચ્છ સમાજ
પાટીદાર સમાજમાં ઘટતી વસતિના ચિંતાજનક આંકડાઓને લઈને વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ દ્વારા સમાજને વધુ સંતાનો માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. વિશ્વઉમિયાધામની આ પહેલને સ્વીકારતા કચ્છ કડવા પાટીદાર સમાજે હિંમતનગરના સમૂહ લગ્ન પ્રસંગે આ મોટો નિર્ણય જાહેર કર્યો છે.
