અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા બોપલમાં ફરી એકવાર દીપડા જેવા જંગલી જાનવરે દેખા દેતાં સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને હડકંપ વ્યાપી ગયો છે. શહેરમાં અગાઉ પણ ઘુમા અને ચાંદખેડા વિસ્તારોમાં અગાઉ પણ દીપડો દેખાયા બાદ, હવે બોપલ જેવા ગીચ વિસ્તારમાં દીપડા જેવું જાનવર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છે.

બોપલ વિસ્તારમાં પાર્ક કરેલી એક કાર નીચે સંતાયેલો જોવા મળ્યો

લેટેસ્ટ ઘટનામાં, બોપલ વિસ્તારમાં પાર્ક કરેલી એક કાર નીચે આ જંગલી જાનવર સંતાયેલું જોવા મળ્યું હતું. કાર નીચેથી અચાનક બહાર નીકળીને ભાગી જતા આ દીપડા જેવા જાનવરનો વીડિયો કેમેરામાં કેદ થયો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ આસપાસના રહીશો પોતાના ઘરની બહાર નીકળવામાં પણ ડર અનુભવી રહ્યા છે.

Leopard-like Animal Spotted in Bopal Ahmedabad: Car Hiding Video Viral

વન વિભાગને તાત્કાલિક જાણ કરાઇ 

ઘટના અંગે વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને વીડિયોના આધારે તપાસ ચલાવી રહી છે તેમજ જાનવરના પગના નિશાન અને વિસ્તારની ઘેરાબંધી કરીને તેને પાંજરે પૂરવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વન વિભાગે બોપલના રહીશોને રાત્રિના સમયે ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. આ ખરેખર દીપડો જ છે કે તેમ તે વિશે હજું વન વિભાગ પણ તપાસ કરી રહ્યું છે. 

વન વિભાગે કર્યો ખુલાસો 

વન વિભાગે આ મામલે જણાવ્યું હતું કે ગ્રીન સિટી સોસાયટી, ઘુમા માં ગાડી નીચે થી દીપડો નીકળ્યા ના વાયરલ વીડિયો ના આધારે વન વિભાગની ટીમ ત્યાં પહોંચી છે અને તપાસ કરતાં પગલા બિલાડીના હોવાનું જણાય છે અને અન્ય ગાડી નીચેથી પણ બિલાડી જ બહાર નીકળેલ હતી, જેથી આ વિડીયો દીપડાનો નહીં પરંતુ બિલાડીનો જણાઈ આવે છે. ફરી વિનંતી છે કે આવી કોઈ પણ પ્રકારની અફવા ફેલાવી નહીં તથા કોઈ પણ વન્યપ્રાણી બાબત ની માહિતી, તરત જ 76000 09845 પર વન વિભાગનો સંપર્ક કરવો. 


https://www.instagram.com/reel/DbFJ4I3j35G/?utm_source=ig_web_button_share_sheet 

 




વન વિભાગનો ખુલાસો


જો કે અમદાવાદના બોપલ વિસ્તારમાં ફરી એકવાર દીપડો દેખાયો હોવાના નામે વાયરલ થયેલા વીડિયો અંગે વન વિભાગ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. કાર નીચેથી નીકળતું એક વન્ય પ્રાણી કેમેરામાં કેદ થતાં જ સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને આ વીડિયો દીપડાનો હોવાના દવા સાથે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. જોકે, આ વાયરલ વીડિયોના આધારે વન વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. વન વિભાગની વિગતવાર તપાસ બાદ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પ્રાણી દીપડો નથી, પરંતુ અન્ય કોઈ નાનું વન્ય પ્રાણી જ છે. આ ખુલાસાથી સ્થાનિક રહીશોએ ભારે રાહત અનુભવી છે. 

આ પણ વાંચો   :   Monsoon 2026 : દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: કપરાડામાં 16 ઈંચ વરસાદ, શાળા-કોલેજો બંધ, કચ્છના દરિયાકાંઠે 'ઓરેન્જ એલર્ટ' જાહેર