અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં વહીવટી કારણોસર આંતરિક બદલીઓનો દોર શરૂ થયો છે. જેના ભાગરૂપે નરોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. પોલીસ તંત્રમાં આંતરિક શિસ્ત અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના હેતુસર આ બદલીનો આદેશ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પીઆઈ સી.વી. નાયકને ડિટેન્શન સેન્ટરમાં મૂકાયા

નરોડા પોલીસ મથકના તત્કાલીન પીઆઈ સી.વી. નાયકની બદલી કરીને તેમને અમદાવાદ ખાતે આવેલા ડિટેન્શન સેન્ટર ખાતે મૂકવામાં આવ્યા છે. નરોડા જેવા સંવેદનશીલ અને મહત્વના વિસ્તારમાંથી પીઆઈની બદલી કરીને ડિટેન્શન સેન્ટરમાં મુકાતા જ શહેરના પોલીસ બેડામાં આ ફેરબદલને લઈને વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

બી.એમ. કાતરિયાને સોંપાઈ નરોડાની કમાન

સી.વી. નાયકની બદલી બાદ ખાલી પડેલી નરોડા પોલીસ મથકની જગ્યા પર પીઆઈ બી.એમ. કાતરિયાની નિમણૂક કરવામાં આવી છે. બી.એમ. કાતરિયા હવે નરોડા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળશે. નવો ચાર્જ સંભાળ્યા બાદ વિસ્તારમાં ગુનાખોરી પર અંકુશ મેળવવો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવી એ તેમના માટે મુખ્ય પડકાર રહેશે.

આ પણ વાંચો : Mehsana News : લાંચિયા પોલીસ કર્મચારી સામે કોર્ટની કડક લાલ આંખ, વિસનગર સેશન્સ કોર્ટે ફટકારી 4 વર્ષની કેદ