અમદાવાદ કોટ વિસ્તારની આગામી બે વર્ષમાં રોનક વધશે.જેના માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિશેષ આયોજન કરાઈ રહ્યું છે.અમદાવાદના હાર્ટસમા અને રાત્રિના સમયે ધમધમતા માણેકચોક ખાણીપીણી બજાર અને 2 કિ.મી. ત્રિજ્યાના વિસ્તારની રૂ. 41 કરોડના ખર્ચે કાયાપલટ કરાશે.જેમાં માણેકચોકમાં ખાણીપીણીના સ્ટોલ સાથે સ્કવેર ફૂડ માર્કેટ થશે અને સ્થાનિક પ્રોપર્ટી માટે ચોક્કસ ડિઝાઇન પણ તૈયાર થશે.
ખાણીપીણીના વેપારીઓને સહકાર આપવા તાકીદ
માણેકચોકના રિડેવલપમેન્ટ અંતર્ગત શનિવારથી ફ્લોરીંગનું કામ શરૂ થઈ રહ્યું છે.જેમાં નવરાત્રી સુધીમાં માત્ર પીસીસી વર્ક થશે.જ્યારે આગામી ડિસેમ્બર સુધીમાં ફ્લોરીંગનું કામ પૂર્ણ થઈ જશે. આ સિવાય હેરિટેજ સહિત વિવિધ પ્રોપર્ટીઓની ટીડીઆર (ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ)ના લાભ સાથે ચોક્કસ ડિઝાઈન બનશે.બે વર્ષમાં નવું આકર્ષણ તૈયાર થશે.ખાણીપીણીના વેપારીઓને સહકાર આપવા તાકીદ પણ કરાઈ છે.માણેકચોકનો સંપૂર્ણ વિસ્તાર રિડેવલપમેન્ટ થઈ ગયા બાદ રાત્રિના સમયે નો વ્હીકલ ઝોન જાહેર કરાશે.
માણેકચોકમાં શનિવારથી ફ્લોરીંગનું કામ શરૂ થશે
માણેકચોક ખાણીપીણીના બજારને હાઈફાઈલૂક અપાશે.આ સિવાય ખાણીપીણી બજારના ફરતે બે કિ.મી.વિસ્તાર પણ અર્બન રીત ઓપન અપાશે.જેની પાછળ અંદાજે 37 કરોડનો ખર્ચ થશે.જ્યારે ફૂડના સ્ટોલ માટે થનાર સ્કવેર માર્કેટ પાછળ ચાર કરોડ ખર્ચ અલગથી કરાશે.મ્યુનિ.અધિકારીઓના જણાવ્યા અનુસાર માણેકચોકમાં શનિવારથી ફ્લોરીંગનું કામ શરૂ થશે, જેમાં મેનાઈટ અને કોબાલ્ટ સ્ટોનનો ઉપયોગ થશે.આગામી નવરાત્રી સુધીમાં પીસીસી વર્ક કરાયા પછી કામ બંધ રખાશે.દિવાળી બાદ ફરી કામ શરૂ કરી એરિયા ડેવલપમેન્ટનું કામ હાથ ધરાશે.નવો ફૂડ કોર્ટ બની ગયા બાદ રાત્રિના સમય હાલ પસાર થતાં વાહનો અવરજવર થઈ શકશે નહીં.દિવસે ટ્રાફિક યથાવત રહેશે.
સ્ટોલની ડિઝાઇન મંજૂરી માટે દિલ્હી મોકલાઇ
માણેકચોક ખાણીપીણી બજારમાં સ્વનિધિ સ્ટ્રીટ ફૂડ હબ હેઠળ સ્ટોલની ડિઝાઇન કરાઈ છે.આ ડિઝાઇન મંજૂરી માટે દિલ્હી મોકલાઈ છે.એકાદ માસમાં એપ્રુવલ મળ્યા બાદ હાઈજેનિક ફૂડ સ્ટોલનું કામ શરૂ કરાશે.જે બે મહિનામાં પૂર્ણ કરાશે.ફૂડ સ્ટોલ માટે સ્ટીલ કે અન્ય મટીરિયલ્સના ડિઝાઇનના ફિક્સ ટેબલ અપાશે. સ્ટોલને નંબર અપાશે.સ્ટોલ ફાળવણી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી લેવાશે.કદાય લો ગાર્ડનની જેમ સ્થાનિક વેપારીઓને વાર્ષિક ભાડાના દરથી સ્ટોલ ભાડે અપાશે.જેમાં અંદાજે 4 કરોડ અલગથી ખર્ચાશે.
પ્રોપર્ટીની ચોક્કસ ડિઝાઇન માટે ટીડીઆર સ્કીમ
માણેકચોકમાં હવે ચોક્કસ ડિઝાઇન પ્રમાણે ફસાડ બનાવવા મકાન કે દુકાન માલિકોને તૈયાર કરાશે. દુકાન માલિકોને ખર્ચ પરવડે તે માટે ચોક્કસ ડિઝાઇનનું ફસાડ (મકાન કે દુકાન) બનાવવા બદલ ટીડીઆરનો લાભ અપાશે. પ્રોપર્ટી માલિક ટીડીઆર વેચીને રિનોવેશન પાછળ કરેલો ખર્ચ પરત મેળવી શકશે. આ માટે મ્યુનિ. અંદાજે ૫૦ પ્રકારની ડિઝાઇન તૈયાર કરી છે. આ સાથે રજુટ હેરિટેજ બિલ્ડિંગને હેરિટેજ ફસાડ બનાવાશે જેમાં પણ ટીડીઆરનો લાભ અપાશે.
સાંકડી શેરીથી હાજા પટેલની પોળ
800 મીટર વિસ્તારની 15 કરોડમાં કાયાપલટમ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાંકડીશેરીથી હાજા પટેલની પોળ સુધીના 800 મીટરના વિસ્તારને રૂપિયા 15 કરોડના ખર્ચે આગામી દોઢ વર્ષમાં અલગ લૂક અપાશે. 800 મીટરના એરિયાના ડેવલપમેન્ટ અંતર્ગત આકર્ષક ફ્લોરીંગ કરાશે. આ સિવાય હેરિટેજ સિવાયની તમામ બિલ્ડીંગો નિયત કરાયેલી ચોક્કસ ડિઝાઇન પ્રમાણે ફસાડ બનાવવા મકાન કે દુકાન માલિક તૈયાર થઈ જાય તે માટે તેઓને પણ ટીડીઆરનો લાભ અપાશે. જેમાં દિવાળજી અને એમ જી હવેલી, દિવટીયાની હવેલીનો પણ સમાવેશ થાય છે. આ કામ માટે આગામી દિવાળી પછી ટેન્ડર કરાશે. દોઢ વર્ષમાં કામગીરી પૂર્ણ થઈ જાય તે માટે આયોજન ચાલી રહ્યું છે.
માણેકચોકના આ વિસ્તારોને નવો લૂક અપાશે
રિડેવલપમેન્ટમાં સમાવિષ્ટ કાલુપુર મંદિરથી લઈ રીલીફ રોડ સુધીના બે કિ.મી.ના વિસ્તારની આગામી મે માસ સુધીમાં કાયાપલટ થશે.જેમાં કાલુપુર મંદિર, દલપતરામ ચોક, કાલા રામજી મંદિર, શાંતિનાથ પોળ, દોશીવાડાની પોળ, પરસુડા શેઠાણીની હવેલી, ફર્નાડીઝ બ્રિજ, માણેકચોક અને જમા મસ્જિદનો સમાવેશ થાય છે. જેની પાછળ 37 કરોડનો ખર્ચ થશે.
જૂના શેરબજારના ઐતિહાસિક બિલ્ડિંગ પાસે પ્લાઝા બનશે
જૂના શેરબજારના ઐતિહાસિક બિલ્ડિંગ પાસે પ્લાઝા બનાવશે. જેનો ખર્ચ પણ કુલ ખર્ચમાં આવરી લેવાયો છે. પ્લાઝામાં લોકોને બેસવા માટે વ્યવસ્થા હશે અને તેની આસપાસ ગ્રીનરી તો રહેશે પણ રાત્રિના સમય હાઇફાઇલ લાઇટીંગથી આકર્ષણ વધશે. લોકો વધુ સમય પસાર કરે તેવી વ્યવસ્થા હશે.
આ પણ વાંચોઃ Ahmedabad News: ગણેશ પંડાલને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, મંજૂરી માટે આ તૈયારીઓ કરવી પડશે