અમદાવાદના વ્યસ્ત વિસ્તાર એવા લાલ દરવાજા પાસે આજે અચાનક જ એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.મુખ્ય માર્ગ પર અચાનક વૃક્ષ પડતા ત્યાંથી પસાર થતા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.આ તોતિંગ વૃક્ષ રોડની બાજુમાં પાર્ક કરવામાં આવેલી આશરે 6થી 7 જેટલી ગાડીઓ પર પડતા વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.
ગાડીઓને બહાર કાઢવા યુદ્ધના ધોરણે કામગીરી
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.ફાયરના જવાનો દ્વારા વૃક્ષના ડાળખા કાપીને રસ્તો ખુલ્લો કરવાની અને દબાયેલી ગાડીઓને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.આ વિસ્તારમાં ભારે ટ્રાફિક હોવાથી તંત્ર દ્વારા વાહન વ્યવહારને પણ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો જેથી બચાવ કામગીરીમાં કોઈ અવરોધ ન આવે.
