અમદાવાદના બોપલ વિસ્તારમાં વરસાદ બાદ ભરાયેલા પાણીના નિકાલ અંગે સંદેશ ન્યૂઝ દ્વારા સતત અહેવાલો દર્શાવવામાં આવ્યા બાદ આખરે ઊંઘતું મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે.જ્યાં સુધી તંત્રના અધિકારીઓ પહોંચ્યા ન હતા ત્યાં સંદેશ ન્યૂઝની ટીમે પહોંચીને સ્થાનિકોની હાલાકીને વાચા આપી હતી.આ અહેવાલોની વ્યાપક અસરને પગલે ત્રીજા દિવસે સ્થાનિક તંત્ર દોડતું થયું હતું અને અમદાવાદના મેયર હિતેષ બારોટે બોપલ પહોંચીને સ્થળ મુલાકાત લઈ પાણી નિકાલની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.


[[$googlead]]

લોકોએ મોડા આવવા અંગે સવાલો પૂછ્યા

ત્રણ-ત્રણ દિવસ વિતી ગયા હોવા છતાં પણ વરસાદી પાણીનો સંપૂર્ણ નિકાલ ન થતાં સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપેલો હતો.મેયર હિતેષ બારોટ સ્થળ પર પહોંચતા જ રોષે ભરાયેલા લોકોએ તેમને ઘેરી લીધા હતા અને પોતાની તકલીફો અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી.આ દરમિયાન મામલો એટલો બિચક્યો હતો કે ગુસ્સે ભરાયેલા લોકોએ મેયરને ધક્કે પણ ચઢાવ્યા હતા. જ્યારે લોકોએ મોડા આવવા અંગે સવાલો પૂછ્યા ત્યારે મેયરે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ધ્યાન દોર્યું ત્યારબાદ હું અહીં આવ્યો છું.

જનતાની સાથે આખું તંત્ર ઊભું છે

બોપલની સ્થિતિ અંગે સવાલોનો જવાબ આપતાં મેયર હિતેષ બારોટે જણાવ્યું હતું કે, એકસાથે મોટા પ્રમાણમાં આવેલા વરસાદી પાણીનો નિકાલ કરવો પડકારજનક અને મુશ્કેલ હોય છે.પરંતુ જનતાની સાથે આખું તંત્ર ઊભું છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હાલમાં તળાવમાંથી ઝડપથી પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે અને તંત્ર સતત નિરાકરણ માટે કાર્યરત છે. તેમણે રહીશોને આશ્વાસન આપ્યું હતું કે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં પાણી ભરાવાની આવી સમસ્યા રહેશે નહીં.

આ પણ વાંચોઃ Ahmedabad News: વરસાદી પાણીથી સાચવ્યું હવે રોડથી સાચવજો, ભૂવા પડવાથી રસ્તા બંધ થતા વાહનચાલકો પરેશાન

[[$alsoread]]


  • Follow us on: