ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા મંદિરથી પ્રસ્થાન કરીને શાહપુર પહોંચી હતી.જ્યાં કોમી એકતાનો સંદેશ અપાયો હતો.શાહપુરમાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી.આ વર્ષે પણ ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી.શાહપુરમાં મુસ્લિમ અગ્રણીઓ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીનું પણ મુસ્લિમ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. 

https://www.instagram.com/reel/Da2i1InD0nd/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA%3D%3D



રથયાત્રામાં શાંતિના પ્રતિક સફેદ કબૂતર ઉડાવ્યા

શાહપુરમાં ભગવાનની રથયાત્રા આવી પહોંચતા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ સહિતના લઘુમતિ તથા હિન્દુ આગેવાનો દ્વારા ભગવાનના રથ અને મહંત દીલિપદાસજીનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું.આ દરમિયાન કોમી એકતા ઝિંદાબાદના નારા લગાવીને શાંતિદૂત ગણાતા સફેદ કબૂતરને આકાશમાં ઉડાવીને શાંતિનો સંદેશો અપાયો હતો.મુસ્લિમ આગેવાનોએ મહંત દિલીપદાસજીનું પુષ્પહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું.

કબૂતર ઉડાડી કોમી એકતાનો સંદેશ અપાયો

આ ઉપરાંત દરિયાપુર અને શાહપુરમાં મુસ્લિમ આગેવાનો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.શાહપુર પહોંચેલી રથયાત્રામાં કોમી એકતાના પ્રતિક સમાન સફેદ કબૂતર ઉડાડીને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રંગીલા પોલીસ ચોકી પાસે પહોંચેલી રથયાત્રામાં ભગવાનના દર્શન કરવા માટે લોકોની ભીડ જામી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે કહ્યું હતું કે, ભાવિક ભક્તોને જય જગન્નાથ. આજે રથયાત્રા નીકળી છે.અમે 38 વર્ષથી સ્વાગત કરીએ છીએ. અહીં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો જોડાય છે. અમારા માટે પણ આજનો દિવસ અનેરો છે. રાજ્યમા વરસાદની અછત દૂર થાય અને આજથી વરસાદ શરૂ થાય તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ છીએ. એક સમયે જનતા કર્ફ્યૂ રહેતો હતો આજે બધા એકતા રાખી શાન વધારી રહ્યાં છે. આવું જ આખા દેશ અને રાજ્યમાં થાય અમન અને શાંતિ રહે.

આ પણ વાંચોઃ Dahod News: લીમડીમાં રથયાત્રામાં જોડાયા તે પહેલા લક્ષ્મી નામના ગજરાજનું આકસ્મિક અવસાન