કોકરોચ જનતા પાર્ટી અને રાહુલ ગાંધીની રેલીમાં જોડાયા બાદ ચર્ચામાં આવેલી AISAના પ્રમુખ નેહા બોરાનું એક જુનુ નિવેદન ફરી હવામાં આવ્યું છે. તેમના આ નિવેદનને કારણે વિવાદ વકર્યો છે. ભાજપના પ્રવક્તા પ્રદિપ ભંડારીએ એક વીડિયો શેર કરીને નેહા બોરા પર હિન્દુ ધર્મની પરંપરાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. નેહા બોરાનો જે જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તેઓ એવું બોલી રહ્યા છે કે, મંદિરોમાં પૂજારી રેપ કરે છે. તેમના આ નિવેદનને કારણે બ્રાહ્મણ સમાજ રોષે ભરાયો છે. 

સમગ્ર સમાજને નિશાન બનાવવો એ યોગ્ય નથી

સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ ડો. અશ્વિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, નેહા બોરા દ્વારા સમગ્ર સમાજને નિશાન બનાવવો એ યોગ્ય નથી. તેમણે સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર એક નિવેદન મૂકેલું છે કે બ્રાહ્મણ પુજારીઓ એ રેપિસ્ટ હોય છે.કોઈ એક વ્યક્તિના ગુનેગાર બનવાથી આખો સમાજ બદનામ થતો નથી. આખા સમાજની બદનામી કરવી કે બ્રાહ્મણ સમાજની બદનામી કરવી બરાબર છે.જે બદનામી કરી છે હમણાં અને ખોટા નિવેદનો આપ્યા છે એને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા વખોડી કાઢે છે. મહિલાઓની ગરિમા જાળવવી સંસ્કૃતિ છે સંસ્કાર છે અને બ્રાહ્મણ સમાજની પરંપરા રહેલી છે.ક્યારેય કોઈ પુજારી આવા કોઈ કાર્યમાં જોડાયેલો હોય તો એને સમર્થન પણ બ્રહ્મ સમાજ નથી આપતો. કોઈ પુજારીએ આવી કોઈ અઘટિત ઘટના બની હોય તો એની તપાસ થવી જોઈએ. નેહા બોરાએ આ પ્રકારના નિવેદનને લઈને માફી માંગવી જોઈએ. 

પ્રદીપ ભંડારીએ વીડિયો શેર કર્યો

ભારતીય જનતા પાર્ટીએ નેહા બોરાના નિવેદનને હિંદુ ધર્મ અને ધાર્મિક પરંપરાઓનું અપમાન ગણાવી કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. બીજી તરફ,સમાજવાદી પાર્ટીના સાંસદ રાજીવ રાયે પણ આવા નિવેદનને અયોગ્ય ગણાવ્યું છે.BJPના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નેહા બોરાનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં નેહા બોરા એવું કહેતાં સંભળાય છે કે,મંદિરોમાં પૂજારીઓ બળાત્કાર કરે છે.આ ટિપ્પણીને લઈને પ્રદીપ ભંડારીએ તેમના પર હિંદુ વિરોધી નિવેદન આપવાનો આરોપ લગાવ્યો છે.પ્રદીપ ભંડારીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે રાહુલ ગાંધીની ‘પોસ્ટર ગર્લ’ નેહા બોરા હિંદુઓ પ્રત્યેની નફરત વ્યક્ત કરી રહી છે. તેમણે નેહા બોરાના નિવેદનને રાહુલ ગાંધીની અગાઉની એક ટિપ્પણી સાથે પણ જોડ્યું છે.

ગૌરવ ભાટિયાએ નેહા બોરાના નિવેદન પર સવાલ ઉઠાવ્યા

ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ પણ નેહા બોરાના કથિત નિવેદનની ટીકા કરી છે. દિલ્હીમાં તેમણે કહ્યું કે નેહા બોરાએ બાંગ્લાદેશમાં થયેલા સત્તા પરિવર્તનમાંથી પ્રેરણા લીધી હતી. ભાટિયાએ દાવો કર્યો કે બાંગ્લાદેશમાં હિંદુ મહિલાઓ પર અત્યાચાર થયા હતા અને હિંદુઓની હત્યા કરવામાં આવી હતી.ગૌરવ ભાટિયાએ કહ્યું કે નેહા બોરા પોતાના નિવેદન દ્વારા તમામ પૂજારીઓનું અપમાન કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે હિંદુ સમાજ સહિષ્ણુ રહ્યો છે અને સમાજસેવામાં યોગદાન આપતો આવ્યો છે. પૂજારીઓ પણ સમાજની સેવા કરે છે. તેઓ નાની બાળકીઓને શિક્ષણ આપવા અને તેમના ઉછેરમાં પણ ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચોઃ Rajkot News: શહેરમાં તહેવારોની સિઝનમાં મિલકતના સોદામાં એક મહિનામાં 12.13 ટકાનો વધારો