રાજકોટ શહેરમાં જમીન મકાનમાં ભાદરવાના કારણે સપ્ટેમ્બર મહિનો મંદીનો રહ્યા બાદ ઓક્ટોબર મહિનામાં તેજીનો પવન ફૂંકાયો છે.રાજકોટ શહેરની 8 સબ રજીસ્ટાર કચેરીઓમાં સપ્ટેમ્બરમાં 7981 દસ્તાવેજ નોંધાયા હતા.જે ઓક્ટોબરમાં વધીને 8954 થયા છે.એટલે કે માત્ર એક મહિનામાં 973 દસ્તાવેજનો વધારો થયો છે.આમ એક મહિનામાં જમીન મકાનમાં 12.19 ટકાનો ઉછાળો નોંધાયો છે.જો કે,જિલ્લામાં એક મહિનાની તુલનામાં 1567 દસ્તાવેજનો વધારો થતા સરકારી તંત્રને એક મહિનામાં આવકમાં 7.91 કરોડનો વધારો થયો છે.

આ ચારેય વિસ્તાર નવા વિકસતા વિસ્તારો છે

ભાદરવા મહિનામાં લોકોએ શુભ મુહૂર્ત સાચવવા માટે ખરીદી નક્કી કરી હતી પણ દસ્તાવેજ નોંધાવવાનું ટાળ્યું હતું.તે જ બુકિંગના દસ્તાવેજો ઓક્ટોબરમાં દશેરા, નવરાત્રીના કારણે નોંધાયા છે.જેના કારણે ઉછાળો આવ્યો હોવાનું તારણ છે.રાજકોટ શહેરમાં સૌથી વધુ નાના-મોવા વિસ્તારમાં 27.10 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બરમાં 782 દસ્તાવેજ હતા જે વધીને 994 થયા છે.મવડી વિસ્તારમાં 1074થી વધીને 1305 દસ્તાવેજ એટલે 20.94 ટકાનો વધારો,રતનપરમાં 91થી વધીને 1106 એટલે 21.36 ટકા અને સ્માર્ટ સિટી રૈયામાં 813થી વધીને 984 એટલે 21.03 ટકાનો વધારો થયો છે.આ ચારેય વિસ્તાર નવા વિકસતા વિસ્તારો છે.

અહીં 1436થી વધીને 2018 દસ્તાવેજ થયા છે

મોરબી રોડ સૌથી વધુ દસ્તાવેજ સાથે મોખરે છે.અહીં 1436થી વધીને 2018 દસ્તાવેજ થયા છે.એટલે 9.91 ટકા વધારો થયો છે.રાજકોટ 1માં 755થી વધીને 815 એટલે 7.37 ટકા અને કોઠારિયામાં 880થી વધીને 900 એટલે 2.27 ટકાનો સામાન્ય વધારો નોંધાયો છે.એકમાત્ર ઘટાડો રાજકોટ-4 ગ્રામ્ય કચેરીમાં નોંધાયો છે.અહીં માત્ર ખેતીની જમીનના દસ્તાવેજ નોંધાતા હોય સપ્ટેમ્બરમાં 908થી ઘટીને 930 દસ્તાવેજ થયા છે,એટલે 8.37 ટકાનો ઘટાડો થયો છે.સપ્ટેમ્બર મહિનામાં કુલ 12534 દસ્તાવેજ નોંધાતા સરકારી તંત્રને 7.41 કરોડની આવક થઈ હતી જ્યારે ઓક્ટોબર મહિનામાં કુલ 14091દસ્તાવેજ થતા કુલ 82.32 કરોડની આવક થઈ છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: રમશે ગુજરાત ખેલશે ગુજરાત, હવે જમીનના બદલે ધાબા પર દોડી મેળવશે ઓલિમ્પિક મેડલ!