નેપાળમાં છેલ્લા 2 દિવસથી સત્તા સામે થયેલા બળવાના કારણે હિંસક પરિસ્થિતી ઉભી થઇ છે. પ્રદર્શનકારીઓએ અનેક સ્થળે આગ ચાંપી છે જ્યારે તોડફોડ કરી છે. આવા સમયે ગુજરાતથી નેપાળ ફરવા ગયેલા 300થી વધુ લોકો નેપાળના કાઠમંડુમાં ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે.


સિક્યોરિટી સાથે ગુજરાતીઓને હોટલમાં રખાયા

નેપાલની હિંસક પરિસ્થિતિ વચ્ચે ગુજરાતીઓ ફસાઇ ગયા છે. એક ટુર ઓપરેટરે કહ્યું હતું કે નેપાળમાં 300થી વધારે લોકો ફસાયા છે અને સિક્યોરિટી સાથે ગુજરાતીઓને હોટલમાં રખાયા છે. તેમણે કહ્યું કે સંજોગો અનુકૂળ થતા ભારત પરત લવાશે.

અત્યારે 300થી વધારે અમદાવાદના પરિવાર કાઠમંડુમાં ફસાયેલા

તેમણે એમ પણ કહ્યું કે ગઈકાલે 40 લોકોનું ગ્રુપ કાઠમંડુ માટે નીકળ્યું હતું અને અત્યારે 300થી વધારે અમદાવાદના પરિવાર કાઠમંડુમાં ફસાયેલા છે

ગુજરાતના સૌથી વધુ લોકો હાલ નેપાળમાં ફસાયેલા

ટુર ઓપરેટરોના કહેવા મુજબ ગુજરાતના સૌથી વધુ લોકો હાલ નેપાળમાં ફસાયેલા છે. કૈલાસ માન સરોવરની યાત્રા માટે ગયેલા ગુજરાતી હાલ હોટલની અંદર સુરક્ષિત છે. સિક્યોરિટી સાથે બધા ગુજરાતીઓને હોટલમાં રાખવામાં આવ્યા છે.કઠમંડુમાં ફ્લાઈટ લેન્ડ ના થવાને કારણે એ લોકો લખનઉ અને દિલ્હી ખાતે પરત આવ્યા છે. ગઇ કાલે ગયેલા 40 લોકોને કાઠમંડુ એરપોર્ટ ઉતરવા દેવાયા ન હતા.

અરવલ્લી જિલ્લાના ભાજપના મહિલા નેતાનો પરિવાર નેપાળમાં ફસાયો

બીજી તરફ અરવલ્લી જિલ્લાના ભાજપના મહિલા નેતાનો પરિવાર નેપાળમાં ફસાયો છે.નેપાળમાં પોખરામા હોટલમાં આ પરિવાર સુરક્ષિત છે. જો કે નેપાળના માહોલને જોતા પરિવાર ચિંતામાં મુકાયો છે.

  • Follow us on: