નેપાળમાં કાઠમંડુમાં છેલ્લા 2 દિવસથી પરિસ્થિતી એકદમ ગંભીર બની છે. સરકાર સામે વિરોધ કરી રહેલા લોકો હવે આક્રમક બન્યા છે અને ઠેર ઠેર તોડફોડ તથા આગચંપી કરી રહ્યા છે જેના કારણે નેપાળ ગયેલા ગુજરાતના પ્રવાસીઓ પણ ફસાયા છે. નેપાળમાં ફિંસા ફાટી નિકળતા સ્થિતિ વણસી ગઇ છે ત્યારે અનેક લોકો ત્યાં ફસાઇ ગયા છે


અમદાવાદનો બારોટ પરિવાર પણ નેપાળમાં ફસાયો

અમદાવાદનો બારોટ પરિવાર પણ નેપાળમાં ફસાયો છે. બારોચટ પરિવારે તત્કાળ નેપાળમાંથી બહાર કાઢવા માટે સરકાર સમક્ષ મદદની માગ કરી છે. આ પરિવાર કાઠમંડૂ એરપોર્ટ પર ફસાયેલો છે પણ ફ્લાઇટ સેવા બંધ કરી દેવાઇ હોવાથી પ્રવાસીઓને પોતાના દેશ વતનમાં પરત ફરવા માટે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. કાઠમંડુ એરપોર્ટ આજે સાંજ સુધી બંધ કરી દેવાયું છે.

ભાવનગરના અને શિહોરના પણ કેટલાક લોકો નેપાળમાં ફસાયેલા

બીજી તરફ ભાવનગરના અને શિહોરના પણ કેટલાક લોકો નેપાળમાં ફસાયેલા છે, આ મામલે ધારાસભ્ય જીતુ વાઘાણીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે નેપાળની સ્થિતી સંવેદનશીલ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં ફસાયેલા લોકોને પરત લાવવાના કામ પર નજર રાખી રહ્યા છે. અમારા ભાવનગર અને શિહોરના કેટલાક પરિચીતો પણ ત્યાં ફસાયેલા છે પણ હાલ સલામત છે. તેમણે કહ્યું કે ભારત સરકાર અને રાજ્ય સરકાર તેઓ ભારત સલામત પરત આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે. રાજ્ય સરકારનું તંત્ર હાલ આ મુદ્દે કામ કરી રહ્યું છે. હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે અને ભારત સરકાર ત્યાંની આર્મી સાથે સંપર્કમાં છે


  • Follow us on: