રામોલ વિસ્તારમાં જુગારીઓનો નવો કિમીયો સામે આવ્યો છે. જુગાર રમવા માટે રૂપિયાના બદલામાં વિઝીટીંગ કાર્ડનો ઉપયોગ થતો હતો. રામોલના પરિશીખર એસ્ટેટના શેડ નંબર 37માં જુગાર રમાતો હતો. રામોલ પોલીસે કુલ 1500 વિઝીટીંગ કાર્ડ સાથે 6 જુગારીઓને ઝડપી લીધા છે. 1 વિઝીટીંગ કાર્ડની કિંમત રૂ 10 નક્કી કરી જુગાાર રમતા હતાં. રામોલ પોલીસે આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના રામોલમાં જુગારનો નવો કિમીયો













