અમદાવાદની પ્રખ્યાત નિરમા યુનિવર્સિટી ફરી એકવાર મોટા વિવાદના વંટોળમાં સપડાઈ છે. જાહેર કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર જ વિદ્યાર્થીનો કોલર પકડનારા પ્રોફેસર H. K. પટેલ સામે પગલાં લેવાની માંગ સાથે વિદ્યાર્થી સંગઠનો આક્રમક બન્યા છે. અગાઉ ABVP ના વિરોધ બાદ આજે NSUI દ્વારા યુનિવર્સિટી કેમ્પસ બહાર ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને પગલે સમગ્ર કેમ્પસ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો.

કેમ્પસ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો

https://twitter.com/sandeshnews/status/2104504015497351617

પ્રતીકાત્મક વિરોધ અને પોલીસ દ્વારા દર્શકો-કાર્યકરોની અટકાયત

NSUI ના કાર્યકરો દ્વારા એક અનોખો અને પ્રતીકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં કાર્યકર્તાને દોરડાથી બાંધીને પ્રોફેસર અને તંત્ર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પ્રોફેસર HK પટેલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ ઉગ્ર બનતા પોલીસે તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાસ્થળેથી 30 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસની ૩ બસો ભરીને વિરોધકર્તાઓને લઈ જવાયા હતા.

 પ્રોફેસરનો વધુ એક વીડિયો વાયરલ: "HK ઇઝ બ્રાન્ડ"

વિવાદ વચ્ચે પ્રોફેસર H. K. પટેલનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બળતામાં ઘી હોમાયું છે. વીડિયોમાં પ્રોફેસર અહંકારભર્યા અંદાજમાં અને ફિલ્મી ડાયલોગની જેમ "HK ઇઝ બ્રાન્ડ" બોલતા નજરે પડી રહ્યા છે. વિદ્યાર્થી પર દાદાગીરી અને ત્યારબાદ આ પ્રકારના વીડિયો સામે આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Ahmedabadના માધુપુરા ઘી માર્કેટમાં AMCનો સપાટો, HP ફૂડ્સ સહિત એકમો સીલ કરવાની કાર્યવાહી