અમદાવાદ શહેરમાં 11મી ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે અમદાવાદના અનેક સ્થળોએ ડોમ,પાર્ટીપ્લોટ સહિતના સ્થળોએ ગરબા યોજવા ફાયર વિભાગને અત્યાર સુધીમાં 60 અરજી મળી છે તેની સામે માત્ર ૩ આયોજકોને મંજૂરી મળી છે બાકીના તમામ અરજીઓ પર સુરક્ષા નિયમોનું 100 ટકા પાલન કરાવવાની શરતે પરમિશન આપવાનું કામ ચાલુ છે.શનિ-રવિવાર સુધીમાં તમામને એનઓસી મળી જવાની શક્યતા છે.મહત્વનું છે કે ગત વર્ષે અમદાવાદ શહેરમાં 50 જેટલી અરજીઓ આવી હતી તેની સામે 25થી 30 આયોજકોને પરમિશન મળી હતી. 

હાલ ગ્રાઉન્ડ સેટઅપનું રિયાલિટી ચેકિંગ ચાલુ

ચાલુ વર્ષે ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા એએમસીના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસીસ વિભાગ તમામ અરજીઓ પર નક્કી કરેલા નિયમોને લઇને ખાસ ભાર મૂકી રહી છે.ગરબાના આયોજનો માટે ઉચ્ચ અધિકારીઓની ટીમો દ્વારા સ્થળ તપાસ ચાલુ છે.અમદાવાદમાં આ વર્ષે કવર્ડ AC ડોમમાં ગરબાના આયોજનોનું પ્રમાણ વધુ છે.આવા બંધ સ્થળોએ શોર્ટ સર્કિટ કે આગ જેવી ઇમરજન્સી વખતે નાસભાગ ન થાય તે માટે સેન્ટ્રલાઇઝ્ડ ફાયર સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ ગેટ્સ અને ફાયર ટેન્ડર પ્રવેશી શકે તેટલી રસ્તાની પહોળાઈ સહિત 30 કડક નિયમો નક્કી કરાયા છે.જે આયોજકોને મંજૂરી માંગી છે ત્યાં એડિશનલ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ટીમનું હાલ ગ્રાઉન્ડ સેટઅપનું રિયાલિટી ચેકિંગ ચાલુ છે. 

ગરબાની મંજૂરી રદ કરી દેવામાં આવશે

મહત્વનું છે કે નિયમોનું 100 ટકા પાલન નહિ કરનાર આયોજકોને NOC નહીં મળે.એટલું જ નહિ ફાયર બાદ પોલીસ વિભાગના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે જો ફાયરની મંજૂરી બાદ પોલીસે બહાર પાડેલી નવરાત્રિની ગાઇડલાઇનનું પાલન નહિ કરાય તો ગરબાની મંજૂરી રદ કરી દેવામાં આવશે.ફાયર બાદ પોલીસ વિભાગની મંજૂરી પણ ફરજિયાત ગત વર્ષે અમદાવાદ શહેર પોલીસ અને ફાયર વિભાગ સમક્ષ નાના-મોટા અને કમર્શિયલ ગરબા આયોજનો માટે 50 થી વધુ અરજીઓ આવી હતી.જેમાંથી સુરક્ષા,પોલીસ બંદોબસ્ત અને ફાયર સેફ્ટીના કડક માપદંડો પૂર્ણ કરનારા આશરે 25થી 30 મોટા/કમર્શિયલ આયોજકોને આખરી મંજૂરી મળી હતી.

આ પણ વાંચોઃ Surat News: નાસીરનગર ડિમોલિશન કેસમાં જમીનના ડેવલપરો તપાસના ઘેરામાં, જેસીબી લાવનાર એજન્સીને તેડું