અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા SG હાઈવે પર આવેલા પકવાન ચાર રસ્તાને સિગ્નલ ફ્રી બનાવવા અને ટ્રાફિક હળવો કરવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલો કેપ્સ્યુલ ટ્રાફિક મૂવમેન્ટનો પ્રયોગ માત્ર એક જ દિવસમાં ફેલ સાબિત થયો છે. યોગ્ય સર્વે અને પૂર્વ તૈયારી વગર કરવામાં આવેલા આ આયોજનને કારણે આખરે તંત્રને બેરીકેટ હટાવી લેવાની અને કેપ્સ્યુલ ટ્રાફિક મૂવમેન્ટ હટાવવાની ફરજ પડી છે.
સર્વે વગર કરાયેલી કેપ્સ્યુલ ડિઝાઇન નિષ્ફળ
પ્રાપ્ત વિગતો અનુસાર, પકવાન ચાર રસ્તા પર કોઈ પણ પ્રકારના નક્કર સર્વે વગર કરવામાં આવેલી કેપ્સ્યુલ ડિઝાઇન ગણતરીના કલાકોમાં જ નિષ્ફળ નીવડી હતી.પકવાન બ્રિજની બંને તરફના રોડ સાંકડા હોવાથી કેપ્સ્યુલ ટર્ન લેવામાં વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી.આ ઉપરાંત, બ્રિજની પૂર્વ તરફનો સર્વિસ રોડ ડસ્ટ-ફ્રી ડેવલપ કરાયેલો છે અને મુખ્ય જંક્શન હોવાથી અહીં મોટા પાયે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે.ચાર રસ્તાની ત્રણ તરફ સ્કલ્પચર ઊભા કરાયા હોવાથી જગ્યાની મર્યાદા વચ્ચે કેપ્સ્યુલ મૂવમેન્ટ વ્યવહારુ સાબિત થઈ શકી ન હતી.
