પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજના અંતર્ગત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ્સને મોટી રાહત આપતો નિર્ણય લેવાયો છે.અત્યાર સુધી મોટી કંપનીઓ અને કોર્પોરેટ સંસ્થાઓ સુધી મર્યાદિત રહેલી આ યોજનાનો લાભ હવે CA ફર્મ્સને પણ મળશે.આ ફેરફારથી હજારો નાની,મધ્યમ અને મોટી CA ફર્મ્સ માટે નવી તકો ઊભી થશે.

ઇન્ટર્નશિપ યોજનામાં CA ફર્મ્સનો સમાવેશ

CA.ડૉ. જૈનિક વકીલ, પૂર્વ ચેરમેન, ICAI અમદાવાદ બાન્ચના જણાવ્યા મુજબ, અગાઉ આ યોજના હેઠળ ઈન્ટર્ન્સને આપવામાં આવતા સ્ટાઈપેન્ડનો હિસ્સો કંપનીઓ તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડમાંથી ચૂકવતી હતી.જોકે મોટાભાગની CA ફર્મ્સ ભાગીદારી અથવા પ્રોપ્રાઈટરશિપ મોડેલ હેઠળ કાર્યરત હોવાથી તેમની પાસે CSR બજેટ ઉપલબ્ધ હોતું નથી.પરિણામે તેઓ આ યોજનાનો લાભલઈ શકતા નહોતા. હવે કેન્દ્ર સરકારે નિયમોમાં ફેરફાર કરીને CA ફર્મ્સને પણ યોજનામાં સામેલ કરી છે.જેના કારણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ક્ષેત્રના યુવાનોને વ્યાવસાયિક વાતાવરણમાં પ્રાયોગિક તાલીમ મેળવવાની વધુ તક મળશે. 

વ્યાવસાયિક કાર્યોમાં તાલીમ આપવામાં આવશે

ઇન્ટર્ન્સને ટેક્સ ઓડિટ, સ્ટેટ્યુટરી ઓડિટ, GST કંપ્લાયન્સ, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ, એકાઉન્ટિંગ, TDS કંપ્લાયન્સ સહિતના વિવિધ વ્યાવસાયિક કાર્યોમાં તાલીમ આપવામાં આવશે. ખાસ કરીને ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાં કાર્યરતી CA ફર્મ્સ માટે આ યોજના ઉપયોગી સાબિત થઈ શકે છે. સરકારનો હિસ્સો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા સીધો ઈન્ટર્નના બેંક ખાતામાં જમા થશે, જ્યારે CA ફર્મ પોતાનો ફાળો સામાન્ય વ્યવસાયિક ખર્ચમાંથી ચૂકવશે.


આ પણ વાંચોઃ Banaskantha News : સાળંગપુર ટ્રેડમાર્ક રદ નહીં કરાય તો લડત તેજ થશેઃ બ્રહ્મ સમાજનો હુંકાર