સાળંગપુર કષ્ટભંજન હનુમાન ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાનની મૂર્તિ સહિત કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાનો ટ્રેડ માર્ક કરવામાં આવ્યું છે.ત્યારે આ ટ્રેડમાર્કના મુદ્દાને લઈને હવે વિવાદ ઊભો થયો છે.આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્યકક્ષા દ્વારા એક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં પણ સાળંગપુર ટ્રેડમાર્કનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને બ્રહ્મ સમાજ દ્વારા એક ઠરાવ પસાર કરી આ ટ્રેડમાર્ક રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.જો ટ્રેડમાર્ક રદ નહીં કરાય તો આગામી દિવસોમાં આ મુદ્દાઓને લડત તેજ કરવાનો હુંકાર કરવામાં આવ્યો છે.
સાળંગપુરમાં ટ્રેડમાર્કનો વિવાદ વકર્યો
બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાન દાદાના ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાન દાદાની મૂર્તિ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા સહિતનો ટ્રેડમાર્ક મંજૂર કરાવવામાં આવ્યો છે.ત્યારે ભગવાનની પ્રતિમાઓના ટ્રેડમાર્કના મુદ્દાને લઈ સમગ્ર ગુજરાતમાં વિવાદ ઉભો થયો છે અને આ વિવાદમાં બ્રહ્મ સમાજ પણ મેદાને આવ્યો છે.આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય કક્ષા દ્વારા એક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે સન્માન કાર્યક્રમમાં ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના પ્રમુખ સહિતના હોદ્દેદારો પાલનપુર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.આ સન્માન કાર્યક્રમમાં પણ સાળંગપુર ટ્રેડમાર્કનો મુદ્દો ચર્ચામાં આવ્યો અને સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્યકક્ષા દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.













