વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ કર્ણાટક અને ગુજરાતની મુલાકાતે છે, જે અંતર્ગત તેઓ આજે (13 નવેમ્બર) રાત્રે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, PM મોદી આજે રાત્રે 8.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. વડાપ્રધાનના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટથી લઈને ગાંધીનગર સુધીના સમગ્ર રૂટ પર તેમના સ્વાગત માટે ભવ્ય પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા છે તેમજ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. જોકે, આ પ્રવાસમાં એક મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યો છે, જે મુજબ આવતીકાલનો તેમનો અંબાજી પ્રવાસ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.
PM મોદી 13 અને 14 નવેમ્બરના રોજ કર્ણાટક અને ગુજરાતની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના મુખ્ય કાર્યક્રમો અને રાજકીય ગતિવિધિઓની વિગતો.PM મોદી સાંજે/રાત્રે 8.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી અને વરિષ્ઠ પદાધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ એરપોર્ટથી સીધા ગાંધીનગર સ્થિત રાજભવન (લોકભવન) જવા રવાના થશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આવાસે PM મોદી ગુજરાત મંત્રીમંડળના મંત્રીઓ સાથે રાત્રિભોજન દરમિયાન ખાસ મુલાકાત કરશે. આ બેઠકમાં રાજ્યના વિકાસકામો અને આગામી રાજકીય રણનીતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે.રાત્રિભોજન અને મુલાકાત બાદ વડાપ્રધાન ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
