ભારતને વૈશ્વિક ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં દેશે એક વધુ મોટી સિદ્ધિ હાસિલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ ગુજરાતના સાણંદ ખાતે 'CG Semi' ના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્લાન્ટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે જ ભારતમાં ત્રીજા સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્લાન્ટની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે, જે દેશમાં ચિપ ઉત્પાદનની આત્મનિર્ભરતા માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થશે.

આયાતી ચિપ્સ પરની નિર્ભરતા ઘટશે

આ નવો અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટ ભારતની સ્થાનિક ઉત્પાદન ક્ષમતામાં મોટો વધારો કરશે. આ પ્લાન્ટથી દેશની ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઈન વધુ સુદ્રઢ બનશે. વિદેશથી આયાત કરવામાં આવતી મોંઘી ચિપ્સ પર ભારતની નિર્ભરતામાં મોટો ઘટાડો થશે. કેન્દ્ર સરકાર દેશને વૈશ્વિક સેમિકન્ડક્ટર માર્કેટના મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે અને આ લોકાર્પણ તે જ દિશામાં લેવાયેલું એક મજબૂત પગલું છે.

https://twitter.com/sandeshnews/status/2073374009547444662

PM મોદીના નેતૃત્વમાં સેક્ટરની ઝડપી પ્રગતિ

આ પ્રસંગે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ ઉદ્ઘાટન ભારતની સેમિકન્ડક્ટર યાત્રામાં એક મહત્વપૂર્ણ વળાંક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ છેલ્લા કેટલાક સમયથી આ સેક્ટર દેશની રાષ્ટ્રીય પ્રાથમિકતા બની ગયું છે અને તેમાં અભૂતોપૂર્વ ગતિ જોવા મળી રહી છે.

https://twitter.com/ANI/status/2073383325641613409

તેમણે સેમિકન્ડક્ટર ક્ષેત્રે થયેલી આશ્ચર્યજનક પ્રગતિના આંકડા આપતા ઉમેર્યું કે, 28 ફેબ્રુઆરીએ સાણંદમાં પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થયો. 31 માર્ચે બીજા પ્લાન્ટનું કામ આગળ વધ્યું, અને હવે આ ત્રીજો 'CG Semi' પ્લાન્ટ પણ દેશને સમર્પિત કરી દેવામાં આવ્યો છે.

જે સંકલ્પ કરીએ તે સિદ્ધ કરીએ છીએ', સાણંદ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીનું ગર્વભર્યું સંબોધન

સાણંદમાં ‘CG Semi’ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીના ઐતિહાસિક લોકાર્પણ બાદ જનમેદનીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વધતા જતા સામર્થ્ય અને વૈશ્વિક પ્રભાવ પર વિશેષ ભાર મૂક્યો હતો. PM મોદીએ ગર્વ સાથે જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ એ વાતનો જીવંત પુરાવો છે કે ભારત જે પણ સંકલ્પ કરે છે, તેને સિદ્ધ કરીને જ જંપે છે.

https://twitter.com/ANI/status/2073377046181580843

તેમણે ભૂતકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, પાંચ વર્ષ પહેલા ભારતે દેશને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવાનો મજબૂત સંકલ્પ લીધો હતો. આ અંતર્ગત આપણે ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ના મંત્ર સાથે આગળ વધ્યા અને આજે દેશના આ ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં ચિપ પેકેજિંગનું કમર્શિયલ પ્રોડક્શન પણ સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે.

https://twitter.com/sandeshnews/status/2073384556410057052

'આજથી જ ચિપનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ, દર વર્ષે બનશે 20 કરોડ ચિપ્સ'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરી દેશને મોટી ભેટ આપી છે. આ પ્રસંગે પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે, આજથી જ આ પ્લાન્ટમાં ચિપનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ ગયું છે, જ્યાંથી દર વર્ષે 20 કરોડ ચિપ તૈયાર કરવામાં આવશે.

વર્ષ 2020માં જેનો શિલાન્યાસ કરાયો હતો તે 5 વર્ષ પહેલાં લીધેલો સંકલ્પ આજે પૂર્ણ થયો હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું કે, 'સેમીકોન ઇન્ડિયા' હવે વૈશ્વિક સ્તરે ગતિ પકડી રહ્યું છે. એક સમયે વિદેશથી સ્માર્ટફોન મંગાવતો ભારત દેશ હવે પોતે જ મેન્યુફેક્ચરિંગ હબ બન્યો છે, જેનાથી લાખો રોજગારીની તકો ઊભી થશે.

વડાપ્રધાને દેશના યુવાઓ અને AI ક્રાંતિ પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, ભારતના યુવાનો ટૂંક સમયમાં જ 'મેડ ઇન ઇન્ડિયા' ચિપ, ડિઝાઇન અને સપ્લાય ચેઈન પર કામ કરતા જોવા મળશે અને આ જ વિકસિત ભારતનો અસલી રોડમેપ છે.

https://twitter.com/sandeshnews/status/2073386935020909050

'આ દાયકો ભારતનો છે', CMનું મોટું નિવેદન

સાણંદમાં ‘CG Semi’ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, પીએમ મોદીના દૂરોગામી નેતૃત્વ હેઠળ ભારત 'ફ્રેજીલ ફાઇવ' ઇકોનોમીમાંથી બહાર આવીને આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. દેશની આ આર્થિક સફરમાં મેન્યુફેક્ચરિંગ, સોફ્ટવેર અને ટેક્નોલોજી ક્ષેત્રે નવા સીમાચિહ્નો હાંસલ થયા છે. વડાપ્રધાનના વિઝનના કારણે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ભારતનો પ્રભાવ વૈશ્વિક સ્તરે વધ્યો છે અને આ દાયકો સાચા અર્થમાં ભારતનો સાબિત થઈ રહ્યો છે.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, માત્ર પાંચ મહિનાના ટૂંકા ગાળામાં દેશના આ ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં કમર્શિયલ પ્રોડક્શનનો પ્રારંભ એ 'આત્મનિર્ભર ભારત' પ્રત્યે વડાપ્રધાનની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. આ 'CG Semi' પ્લાન્ટ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતને એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે સ્થાપિત કરશે અને દેશના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે. આ સાથે જ આ પ્રોજેક્ટના માધ્યમથી આગામી સમયમાં સ્થાનિક સ્તરે ૫,૦૦૦થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની નવી તકો પણ ઉભી થશે.

https://twitter.com/ANI/status/2073382616871645447

'મેડ ઈન ઈન્ડિયા' ચિપ્સ અમેરિકા-જાપાન અને યુરોપમાં થશે એક્સપોર્ટ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન

સાણંદમાં ‘CG Semi’ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશ માટે એક ગર્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આ પ્લાન્ટમાં ઉત્પાદિત થનારી હાઈટેક ચિપ્સનો ઉપયોગ માત્ર દેશના કાર, સ્કૂટર અને વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં જ નહીં થાય, પરંતુ આ ફેસિલિટીમાં બનેલી ચિપ્સ અમેરિકા, જાપાન અને યુરોપ જેવા વિકસિત દેશોમાં નિકાસ પણ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત સંકલ્પ અને અથાણું પ્રયાસોના કારણે જ આ ઐતિહાસિક સફળતા શક્ય બની છે. જે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીની સ્થાપના ભારતમાં એક સમયે અશક્ય માનવામાં આવતી હતી, તે આજે દેશના મજબૂત નેતૃત્વ અને વિઝનના કારણે વાસ્તવિકતા બનીને આપણી સામે ઊભી છે. આ પ્રોજેક્ટથી ભારતીય ટેકનોલોજીને વૈશ્વિક સ્તરે એક નવી અને મજબૂત ઓળખ મળશે.

https://twitter.com/ANI/status/2073380689224081794

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પણ મોટું અપડેટ

સેમિકન્ડક્ટર પ્લાન્ટના લોકાર્પણ સિવાય કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) કોરિડોર અંગે પણ એક મહત્વની જાહેરાત કરી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ લગભગ 80 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. વળી, સૂરત અને બિલીમોરા વચ્ચેનો પ્રથમ ઓપરેશનલ સ્ટ્રેચ વર્ષ 2027 સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે.


આ પણ વાંચો - Gujarat Rain Update: રાજ્યમાં બપોરે 04 વાગ્યા સુધીમાં 105 તાલુકામાં મેઘમહેર, જાણો તમારા તાલુકામાં કેટલો વરસાદ?