ગુજરાતમાં ચોમાસાનો સેકન્ડ રાઉન્ડ જામ્યો છે અને શનિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર હાજરી પુરાવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડાઓ મુજબ, આજે સવારે 6:00 વાગ્યાથી લઈને બપોરે 4:00 વાગ્યા સુધીના 10 કલાકમાં જ રાજ્યના કુલ 105 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ખાસ કરીને બપોરે 2 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટાં પડ્યા છે.  

ભાવનગરના મહુવામાં આભ ફાટ્યું, માત્ર બે કલાકમાં સવા ત્રણ ઇંચ

રાજ્યમાં આજે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ખાબક્યો છે. મહુવામાં બપોરે 2:00 થી 4:00 વાગ્યાના માત્ર બે જ કલાકના ગાળામાં આશરે 80 મીમી એટલે કે 3.15 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક આવેલા આ ભારે વરસાદને પગલે મહુવાના નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ફરી વળ્યા હતા

6 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ

રાજ્યના કુલ 6 તાલુકાઓ એવા છે, જ્યાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના નવસારી તાલુકા અને જલાલપોરમાં બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે 1.81 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, જૂનાગઢના વિસાવદર, સાબરકાંઠાના ઈડર અને ગીર સોમનાથના તાલાળા તાલુકામાં પણ 1.06 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

અન્ય વિસ્તારોની સ્થિતિ

આ સિવાય સુરતના ઉમરપાડામાં 0.87 ઇંચ, અમરેલીના લાઠી અને વલસાડના કપરાડામાં 0.83 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીના ચીખલીમાં 0.75 ઇંચ, અમરેલીના રાજુલા અને ગીર સોમનાથના કોડિનારમાં 0.67 ઇંચ વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેર અને સાણંદ પંથકમાં પણ સામાન્ય વરસાદી ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે. વરસાદના આ આંકડા જોતા ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે

06.00 TO 16.00 HRS RAINFALL DATA DT.04.07.2026_page-000206.00 TO 16.00 HRS RAINFALL DATA DT.04.07.2026_page-000106.00 TO 16.00 HRS RAINFALL DATA DT.04.07.2026_page-0003

તમારા તાલુકામાં કેટલો વરસાદ? જાણવા માટે ક્લિક કરો


આ પણ વાંચો - Junagadh News: માંગરોળના હુસેનાબાદમાં નોળી નદીના પૂરના પાણી ઘરોમાં ઘૂસ્યા, જુઓ Video