પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 05 જુલાઈથી બદલાયેલા સમયની સાથે અમદાવાદને બદલે સાબરમતી જંક્શન સ્ટેશન પર ઉભી રહેશે.


બ્લોકના કારણે સાબરમતી ઉભી રહેશે ટ્રેન

પશ્ચિમ રેલવે, અમદાવાદ ડિવિઝનના અમદાવાદ જંક્શન સ્ટેશન પર RLDA કામને કારણે, પ્લેટફોર્મ નંબર 8 પર બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ સ્ટેશન પરથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, અમદાવાદ જંક્શન સ્ટેશન પર ભાવનગર ડિવિઝનની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો સ્ટોપેજ 70દિવસ માટે અસ્થાયી રૂપથી કાઢી નાખવામાં આવ્યો છે.

મુસાફરો ઓનલાઈન પણ માહિતી મેળવી શકશે

ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર ડેઈલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ૦૫.૦૭.૨૦૨૫ થી ૧૨.૦૯.૨૦૨૫ સુધી અમદાવાદને બદલે સાબરમતી જંક્શન સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેન સાબરમતી જંક્શન સ્ટેશન પર કુલ 10 મિનિટ માટે ઉભી રહેશે. સાબરમતી સ્ટેશન પર આ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સુધારેલો સમય અનુક્રમે ૦૬.૪૮/૦૬.૫૮ કલાક રહેશે. ઉપરોક્ત ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  • Follow us on: