ટ્રેન સંખ્યા 01920 અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ 22 સપ્ટેમ્બર 2025 થી 01 ડિસેમ્બર 2025 સુધી અસારવાથી દરરોજ 17.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.20 કલાકે આગ્રા કેન્ટ પહોંચશે. તેવીજ રીતે, ટ્રેન સંખ્યા 01919 આગ્રા કેન્ટ-અસારવા સ્પેશિયલ 21 સપ્ટેમ્બર 2025 થી 30 નવેમ્બર 2025 સુધી આગ્રા કેન્ટથી દરરોજ 23.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16.35 કલાકે અસારવા પહોંચશે.


ટ્રેન સંખ્યા 01920/01919 અસારવા-આગ્રા કેન્ટ-અસારવા દૈનિક સ્પેશિયલ

માર્ગમાં, બંને દિશાઓમાં આ ટ્રેન હિંમતનગર, ડુંગરપુર, જાવર, ઉદયપુર સિટી, માવલી, ચંદેરિયા, માંડલ ગઢ, બુંદી, કેશોરાય પાટન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, રૂપબાસ અને ફતેહપુર સિકરી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. ટ્રેન સંખ્યા 01920 નું બુકિંગ 06 સપ્ટેમ્બર 2025 થી બધા પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સં રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  • Follow us on: