પર્યુષણ પર્વ દરમિયાન થતી ભીડને સમાયોજિત કરવા અને યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે ખાસ ભાડે “સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે
01-ટ્રેન નંબર 09210/09209 ભાવનગર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ
Also Read
Railway News : ડબલિંગ કામને કારણે કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો 15 સપ્ટેમ્બર સુધી આંશિક રદ
Railway News : PM મોદી કડી-સાબરમતી વચ્ચે પહેલી મેમૂ ટ્રેન અને બેચરાજીથી કાર-લોડેડ માલગાડીને લીલી ઝંડી બતાવી શુભારંભ કરશે
Railway News : રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે, ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ રહેશે, જાણો સંપૂર્ણ વિગત
ટ્રેન નંબર 09210 ભાવનગર ટર્મિનસ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 29 ઑગસ્ટ, 2025 (શુક્રવાર)ના રોજ ભાવનગર ટર્મિનસથી રાત્રે 20.20 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 10.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર 09209 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 30 ઑગસ્ટ, 2025 (શનિવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી બપોરે 13.50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 04.30 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
02-આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, સોનગઢ, ધોલા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એ.સી. 2-ટિયર, એ.સી. 3-ટિયર, સ્લીપર અને દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચ રહેશે.
03-ટ્રેન નંબર 09210 અને 09209 માટે ટિકિટોની બુકિંગ 24.08.2025 (રવિવાર)થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના ઠહરાવ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.










