રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે, ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે, રાજકોટ ડિવિઝનમાં આવેલા લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેકના કામના કારણે 23 ઓગસ્ટ, 2025 સુધી ટ્રેન વ્યવહાર પ્રભાવિત થશે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.


ભાવનગર રેલવે મંડળની પ્રભાવિત થનાર ટ્રેનોની વિગત અને રદ કરાયેલી ટ્રેનો

•ટ્રેન નં. ૧૯૨૫૧ વેરાવળ-ઓખા એક્સપ્રેસ ૨૦.૦૮.૨૦૨૫ થી ૨૨.૦૮.૨૦૨૫ સુધી રદ રહેશે.

•ટ્રેન નં. ૧૯૨૫૨ ઓખા-વેરાવળ એક્સપ્રેસ ૨૦.૦૮.૨૦૨૫ થી ૨૨.૦૮.૨૦૨૫ સુધી રદ રહેશે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

•ટ્રેન નં. ૫૯૨૦૬ પોરબંદર-કાનાલુસ લોકલ તાત્કાલિક અસરથી ૨૨.૦૮.૨૦૨૫ સુધી લાલપુર જામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

•ટ્રેન નં. ૫૯૨૦૫ કાનાલુસ-પોરબંદર લોકલ તાત્કાલિક અસરથી ૨૨.૦૮.૨૦૨૫ સુધી કાનાલુસ-લાલપુર જામ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેનોનું સ્ટોપેજ રદ થવું 

•ટ્રેન નં. ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસ તાત્કાલિક અસરથી ૨3.૦૮.૨૦૨૫ સુધી લાખાબાવળ સ્ટેશન પર નહીં ઉભી રહે.

•ટ્રેન નં. ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ તાત્કાલિક અસરથી ૨૨.૦૮.૨૦૨૫ સુધી લાખાબાવળ સ્ટેશન પર નહીં ઉભી રહે.


  • Follow us on: