પશ્ચિમ રેલવે દ્વારા “ભીમનાથ મહાદેવ ધાર્મિક મેળા” દરમ્યાન ભાવનગર મંડળ હેઠળ આવતા ભીમનાથ રેલવે સ્ટેશન પર 23.08.2025 (શનિવાર) એ ત્રણ ટ્રેનોની ખાસ સુવિધા આપવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ માહિતી શેર કરી છે.
આ 3 ટ્રેનોની રહેશે સ્પેશિયલ સુવિધા
1.ટ્રેન નંબર 20965/20966 ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. 23.08.2025 (શનિવાર) એ ભીમનાથ સ્ટેશન પર 2 મિનિટ માટે રોકાશે (માત્ર એક દિવસ).
2.ટ્રેન નંબર 59553/59554 ગાંધીગ્રામ-બોટાદ-ગાંધીગ્રામ મેમુ તા. 23.08.2025 (શનિવાર) એ ભીમનાથ સ્ટેશન પર 1 મિનિટની જગ્યાએ 2 મિનિટ રોકાશે (માત્ર એક દિવસ).
3.ટ્રેન નંબર 59555/59556 ગાંધીગ્રામ-બોટાદ-ગાંધીગ્રામ મેમુ તા. 23.08.2025 (શનિવાર) એ ભીમનાથ સ્ટેશન પર 1 મિનિટની જગ્યાએ 2 મિનિટ રોકાશે (માત્ર એક દિવસ).
27 ઓગસ્ટની પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન રદ કરવામાં આવી
વિલાસપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો હોવાથી 27 ઓગસ્ટની પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન રદ કરવામાં આવી છે. ઉપરોક્ત ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
રદ કરાયેલી ટ્રેનો (Cancelled Trains)
01-ટ્રેન નંબર ૧૨૯૦૫ પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ૨૭.૦૮.૨૦૨૫ ના રોજ રદ (Cancel) રહેશે.
02-ટ્રેન નંબર ૧૨૯૦૬ શાલીમાર-પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ૨૯.૦૮.૨૦૨૫ ના રોજ રદ રહેશે.